'નમો ચા'ના જવાબમાં કોંગ્રેસીઓએ ઉતાર્યું 'રાહુલ મિલ્ક'

Posted By:
Subscribe to Oneindia News

ગોરખપુર, 18 ફેબ્રુઆરી: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની 'નમો ચા'ના વિરૂદ્ધ કોંગ્રેસ કાર્યકર્તાઓએ હવે રાજકીય મેદાનમાં 'રાહુલ મિલ્ક' ઉતારી દિધું છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 'રાહુલ મિલ્ક'ની ખૂબ ચર્ચા થઇ રહી છે.

શહેરમાં ઠેર ઠેર રાહુલ ગાંધીના ફોટાવાળા ગ્લાસમાં યુવકોને દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ ક્રાર્યક્રમ શરૂ થવા જઇ રહ્યો છે. તર્ક આપવામાં આવી રહ્યો છે કે નરેન્દ્ર મોદીની ચાથી યુવાનોનું સ્વાસ્થ્ય ખરાબ થશે, જ્યારે 'રાહુલ મિલ્ક'થી યુવાનો પહેલવાન બનીને દેશની રક્ષા અને ઉન્નતિ કરશે.

namo-tea-rahul

'નમો ચા'નો રાજકીય જવાબ શોધવા માટે ગોરખપુરના કોંગ્રેસીઓએ આ રીત શોધી લીધી છે. પાર્ટી નેતા રવિવારે 50 લીટર દૂધ અને રાહુલ ગાંધીના ફોટાવાળા ગ્લાસ લઇને ગોલધરમાં ઇન્દિરા ગાંધીની પ્રતિમા પાસે એકઠા થયા. ત્યારબાદ તેમને રસ્તા પરથી પસાર થનાર લોકોને રોકીને દૂધ વેચવાનું શરૂ કરી દિધું.

English summary
Narendra Modi's tea VS Rahul Gandhi's Milk in Gorakhpur.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.