મોદીની લખનઉ મહારેલી માટે 27 ટ્રેન બુક કરાવશે ભાજપ

Posted By:
Subscribe to Oneindia News

લખનઉ, 9 જાન્યુઆરી: 2 માર્ચના રોજ લખનઉમાં યોજાનારી ભાજપની મહારેલી માટે પ્રદેશ પ્રભારી ત્રણ દિવસથી રાજધાનીમાં જ છે. કહેવામાં આવી રહ્યું છે કે કાર્યકર્તાઓને પ્રદેશના જુદાજુદા વિસ્તારોમાંથી લાવવા માટે 27 નવી રેલગાડીઓનું બુકિંગ કરવામાં આવ્યું છે. રેલીને સફળ બનાવવા માટે પાર્ટીના પદાધિકારીઓની બેઠકો મળી રહી છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લખનઉમાં બે માર્ચના રોજ યોજાનારી વિજય શંખનાદ મહારેલીમાં ભીડ એકત્રીત કરવા માટે તમામ સંગઠન મંત્રિયો અને પદાધિકારીઓની જવાદારીઓ નક્કી કરવામાં આવી રહી છે.

ભાજપના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદુર પાઠકે જણાવ્યું કે સહારનપુર, મુઝફ્ફરનગર, મેરઠ, વારાણસી, મથુરા, ચિત્રકૂટ, લલિતપુર, આઝમગઢ, ગોરખપુર, દેવરિયા, સોનભદ્ર, વગેરે સ્થળોથી રાજધાની માટે ટ્રેઇન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રાજ્યના દસ જિલ્લા યોજાનારી આ બેઠકોમાં પ્રદેશ પ્રભારી અમિત શાહ ઉપરાંત સહ પ્રભારી ત્રિવેન્દ્ર રાવત, કે અભિમન્યુ, સિંહ, રામેશ્વર ચૌરસિયા, સત્યેન્દ્ર કુશવાહા, રમાપતિરામ ત્રિપાઠી, લક્ષ્મીકાંત વાજપેઇ પણ હાજર રહેશે.

narendra modi
બેઠકમાં નક્કી થયેલા કાર્યક્રમ અનુસાર પ્રદેશ પ્રભારી અમિત શાહ 20 જાન્યુઆરીના રોજ અમરોહા, 21ના રોજ બિઝનૌર, 24ના રોજ દેવરિયા, 25 બલિયા, 26 ગાજીપુર, 3 ફેબ્રુઆરી બરેલી, 4 શાહજહાપુર, 5 લખનઉ, 6 ફતેપુર, 7 ફેબ્રુઆરીના રોજ અલીગઢ રહેશે. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેઇ 20 જાન્યુઆરીના રોજ બસ્તી, 25 મુઝફ્ફરનગર, 3 ફેબ્રુઆરીના રોજ મથુરા, 4 કાનપુર, 7 અમેઠી, 8ફેબ્રુઆરીએ સુલ્તાનપુરમાં સામેલ થશે.

હજી સુધી મોદી કાનપુર, ઝાંસી, વારાણસી, આગરા અને બહરાઇચમાં રેલિયો કરી ચૂક્યા છે, આશા સેવવામાં આવી રહી છે કે લખનઉ મહારેલીમાં આઠથી દસ લાખ લોકો એકત્રીત થશે.

English summary
BJP's Maharally to be held in Lucknow on 2nd March. Workers are trying to book 27 trains for that. 8 to 10 lakhs crowd are expected there.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.