મોદીની પત્નીને ભારત રત્ન મળવો જોઇએ: તરૂણ ગોગાઇ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 એપ્રિલ: દેશ લોકસભા ચૂંટણીની રંગ રંગાઇ ગયો છે. ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લઇને દેશમાં લહેર દોડી રહી છે. નરેન્દ્ર મોદીને લઇને તેમન વિરોધીઓ હુમલા કરી રહ્યાં છે તો ભાજપ તેમના બચાવમાં લાગી ગઇ છે. નરેન્દ્ર મોદી દ્વારા પોતાની પત્નીનું નામ લીધા બાદ તેમના પર અંગત હુમલા વધી ગયા છે.

કોંગ્રેસ નેતાઓ બાદ અસમના મુખ્યમંત્રી તરૂણ ગોગાઇએ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. તરૂણ ગોગાઇએ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન માટે ભારત રત્નની માંગ કરતાં તેમને ત્યાર અને દર્દનું પ્રતિક ગણાવ્યા. તરૂણ ગોગાઇએ ગુવાહાટીમાં કહ્યું કે આગામી 10 દિવસોમાં, હું જશોદાબેનને ભારત રત્ન આપવાની ભલામણ કરનાર પત્ર લખવા જઇ રહ્યો છું. તેમણે કહ્યું કે હું જશોદાબેનને હજારો વાર સલામ કરું છું. જશોદાબેન મહાન ભારતીય નારીવાદનું પ્રતિક અને મહાન મહિલા છે.

tarun-gogoi1

તરૂણ ગોગાઇએ તેમને ના ફક્ત ભારત માટે પરંતુ આખા વિશ્વ માટે ત્યાગ અને દર્દનું પ્રતિક ગણાવ્યા છે. તરૂણ ગોગાઇએ ટિપ્પણી કરી, તેમને તેમની મૌન પીડાઓ માટે નોબલ પુરસ્કાર મળવો જોઇએ અને કદાચ દેશમાં કોઇને પણ તેમના દર્દનો અહેસાર થયો નહી હોય.

નરેન્દ્ર મોદીની પત્નીનું સન્માન કરતાં તરૂણ ગોગાઇએ કહ્યું કે જશોદાબેન અસલી સંસ્યાસિન છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, આ ચૂંટણી મુદ્દો નથી પરંતુ માનવીય મુદ્દો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતની વડોદરા લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરતાં પોતાના ઉમેદવારી પત્રમાં જશોદાબેનને પોતાના પત્ની ગણાવ્યા હતા. ત્યારબાદ તેનો વિરોધ થરૂ થયો હતો.

English summary
In a personal attack on the BJP prime ministerial candidate, Narendra Modi, Assam Chief Minister Tarun Gogoi demanded a Bharat Ratna for Jashodaben, wife of Narendra Modi, calling her "a symbol of sacrifice and pain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X