For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને એર સ્પોર્ટ્સ હબ બનાવવા નેશનલ એરો સ્પોર્ટ્સ પોલિસી લોંચ કરાઈ!

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 2030 સુધીમાં ભારતને વિશ્વના ટોચના એર સ્પોર્ટ્સ હબ તરીકે જોવા માંગે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જૂન : નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 2030 સુધીમાં ભારતને વિશ્વના ટોચના એર સ્પોર્ટ્સ હબ તરીકે જોવા માંગે છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયએ મંગળવારે દેશની પ્રથમ નેશનલ એરો સ્પોર્ટ્સ પોલિસી (NSAP-2022) જાહેર કરી છે.

National Aero Sports Policy

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, આ નીતિનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતને ટોચના એરો સ્પોર્ટ્સ દેશોમાંના એક તરીકે જોવાનો છે. ભારતના યુવાનો એર સ્પોર્ટના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. એર સ્પોર્ટમાં રસ વધારવાના ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવશે. શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને અભ્યાસક્રમમાં હવાઈ રમતોનો સમાવેશ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

NSAP અત્યાર સુધી એરોબેટિક્સ, એરોમોડેલિંગ અને મોડલ રોકેટરી, પ્રાયોગિક એરક્રાફ્ટ બલૂનિંગ, ડ્રોન ગ્લાઈડિંગ અને પાવર્ડ ગ્લાઈડિંગ, હેન્ડ ગ્લાઈડિંગ અને પાવર્ડ હેંગ ગ્લાઈડિંગ, પેરાશૂટિંગ (સ્કાઈડાઈવિંગ, બેઝ જમ્પિંગ સહિત) જેવી હવાઈ રમતોને આવરી લેશે. વિંગસુટ્સ, પેરાગ્લાઈડિંગ અને પેરામોટરિંગ સંચાલિત એરક્રાફ્ટ અને રોટરક્રાફ્ટનો પણ સમાવેશ કરવામાં આવશે.

સિંધિયાએ ભારતમાં હવાઈ રમતગમતના ભવિષ્ય વિશે જણાવ્યું કે, લગભગ 5,000 જેટલા વિવિધ એર સ્પોર્ટ્સ પ્રેક્ટિશનરોના નાના બજાર કદમાંથી ભારત આશરે ર80-100 કરોડની વાર્ષિક આવક પેદા કરે છે. તેમણે કહ્યું, મને લાગે છે કે આપણે વધુનું લક્ષ્ય બનાવી શકીએ છીએ. 8,000 - 10,000 કરોડ વાર્ષિક આવક અને 1,00,000 થી વધુ સીધી રોજગારી પેદા કરે છે. પ્રવાસ, પર્યટન, સહાયક સેવાઓ અને સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના સંદર્ભમાં આર્થિક લાભ ત્રણ ગણા વધુ થશે.

English summary
National Aero Sports Policy Launched to Make India an Air Sports Hub!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X