For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ભારતમાં પણ લોકોને લાગશે કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ, મહત્વની બેઠકમાં આજે લેવાશે નિર્ણય

કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝ અંગે રાષ્ટ્રીય દવા નિયામકની વિષય વિશેષજ્ઞ સમિતિની આજે શુક્રવારે બેઠક થવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉન વચ્ચે ભારતમાં પણ ઘણા લોકોએ કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝની માંગ કરી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાએ કોવિશીલ્ડ વેક્સીનને બૂસ્ટર ડોઝ તરીકે આપવા માટે ભારત સરકાર પાસે મંજૂરી પણ માંગી છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય દવા નિયામકની વિષય વિશેષજ્ઞ સમિતિની આજે શુક્રવારે બેઠક થવાની સંભાવના છે. આ બેઠકમાં કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝની ભારતમાં જરુર છે કે નહિ તેના પર ચર્ચા કરવામાં આવશે.

corona vaccine

હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટ મુજબ આ બેઠકમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાના વેક્સીન ડોઝના આવેદન અને ડૉ. રે઼ડ્ડીઝ લેબોરેટરીઝના એક પરીક્ષણના મૂલ્યાંકનના આવેદન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યુ કે રાષ્ટ્રીય દવા નિયામકની જ્યારે વિષય વિશેષજ્ઞ સમિતિની બેઠક થાય છે ત્યારે આવેદકોને પોતાના મુદ્દાઓ રજૂ કરવાનો મોકો આપવામાં આવે છે. આના પર હજુ કોઈ નિર્ણય ન થઈ શકે.

આ બેઠક કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના પ્રારંભિક ડેટાને જોતા બૂસ્ટર ડોઝની કેટલી જરુરિયાત છે તેના માટે કરવામાં આવી રહી છે. જો કે એક ઈમ્યુનિટી પ્રતિક્રિયાની તાકાત માત્ર એંટીબૉડી પર નહિ પરંતુ એ પણ ટી-કોશિકાઓ પર પણ નિર્ભર કરે છે. સ્પુતનિક-વી માટે આરીડીઆઈએફ સાથે ભાગીદારી કરનાર ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન(સીડીએસસીઓ) સાથે સ્પુતનિક લાઈટ વેક્સીનની બૂસ્ટર ડોઝ તરીકે પ્રભાવકારિતા અને સુરક્ષાનુ મૂલ્યાંકન કરવા માટે તબક્કા-3 ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી માંગી છે.

આ પહેલા સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાએ દેશમાં વેક્સીનના પૂરતા સ્ટૉક અને નવા કોરોના વાયરસ વેરિઅંટના પ્રભાવને જોતા બૂસ્ટર શૉટની માંગનો હવાલો આપીને ભારતના ડ્રગ રેગ્યુલેટર પાસે બૂસ્ટર ડોઝ તરીકે કોવિશીલ્ડ માટે મંજૂરી માંગી હતી.

English summary
National drugs regulator expert panel to meet over Coronavirus vaccine booster shot today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X