For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NGTએ એલજી પૉલિમર્સને જારી કરી નોટિસ, 50 કરોડ રૂપિયા જમા કરાવવાના નિર્દેશ

શુક્રવારે એનજીટીએ એલજી પૉલિમર્સ ઈન્ડસ્ટ્રીને નોટિસ જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી લગભગ 30 કિમી દૂર વેંકટપુરમ ગામમાં ગુરુવારે એલજી પૉલિમર્સ ઈન્ડસ્ટ્રીના કેમિકલ પ્લાન્ટમાં થયેલ ગેસ લીકેજથી એક ડઝનથી વધુ લોકોના મોત થઈ ગયા છે. સેંકડો લોકો હોસ્પિટલમાં ભરતી છે. આ દરમિયાન શુક્રવારે એનજીટીએ એલજી પૉલિમર્સ ઈન્ડસ્ટ્રીને નોટિસ જારી કરી છે. આ સાથે જ એનજીટીએ પૂર્વ ન્યાયાધીનની અધ્યક્ષતામાં એક પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે.

gas

એનજીટી અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી એનજીટી શુક્રવારે આ મામલે સ્વતઃ જાણવાજોગ લઈને એલજી પૉલિમર્સ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ જારી કરી છે. આ સાથે જ વાયઝેક ગેસ લીક મામલે તપાસ માટે આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે.

આ સાથે જ એનજીટીએ વિશાખાપટ્ટનમમાં ગેસ લીકના કારણે થયેલ નુકશાનની અવેજીમાં એલજી પૉલિમરને 50 કરોડ રૂપયિયાની પ્રારંભિક રકમ વિશાખાપટ્ટનમના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે જમા કરવાના નિર્દેશ આપ્યા છે. આ તરફ ગેસની અસરને ઘટાડવા માટે ગુજરાતથી કેમિકલ પેરા ટર્શરી બ્યુટાઈલ કેટકૉલ(પીટીબીસી) મંગાવાયુ છે. મોડી રાતે એર ઈન્ડિયાનુ એક કાર્ગો પ્લેન આને લઈને વિશાખાપટ્ટનમ પહોંચ્યુ.

પીટીબીસી ગુજરાતના વાપી અને વલસાડ જિલ્લામાં બને છે. જ્યારે તેનો હવામાં છંટકાવ કરવામાં આવે છે ત્યારે તે કોઈ પણ પ્રકારની ગેસની અસરને ઘટાડી દે છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં ગુરુવારે સવારે થયેલી ગેસ લીકમાં 11 લોકોના મોત થઈ ગયા. આ દૂર્ઘટનાનુ કારણ જાણવાા માટે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત મૃતકોના પરિવારવાળાને એક કરોડ રૂપિયાનુ વળતર આપવાની ઘોષણા કરી છે.

આ પણ વાંચોઃ કોરોનાનો કહેર, દિલ્લીમાં તૂટ્યો રેકોર્ડ, 24 કલાકમાં 428 કેસ, 65ના મોતઆ પણ વાંચોઃ કોરોનાનો કહેર, દિલ્લીમાં તૂટ્યો રેકોર્ડ, 24 કલાકમાં 428 કેસ, 65ના મોત

English summary
National Green Tribunal (NGT) issues notice to LG Polymers on Vizag Gas Leakage incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X