For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીયસ્તરની ખેલાડી પૂજાએ મોદીના નામે પત્ર લખી આપઘાત કર્યો

|
Google Oneindia Gujarati News

એક તરફ જ્યાં આખો દેશ રિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા ખેલાડીઓ પર ગર્વ કરી રહ્યો છે. ત્યાં જ બીજી બાજુ પંજાબના પટિયાલામાં રાષ્ટ્રીય સ્તરની એક મહિલા હેન્ડબોલ ખેલાડીએ શનિવારે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.

મોદીને પત્ર લખ્યો હતો કે ગરીબ છે અને છાત્રાલયની ફી ભરવા માટે તેની પાસે રૂપિયા નથી આથી તે આત્મહત્યા કરી રહી છે. ખાલસા કોલેજના અધિકારીઓ તરફથી પૂજાને છાત્રાલયની સુવિધાઓ વિના મૂલ્યે આપવાનો ઈન્કાર કરી દેવાતા આપઘાત કર્યો.

ખેલતંત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટ્રચારનો આરોપ લગાવતા તેને નરેન્દ્ર મોદીને આપઘાત નોટ પણ લખી છે અને ન્યાયની માંગણી કરી છે. પૂજાએ નરેન્દ્ર મોદી પાસે પોતાના પરિવારની મદદની માંગણી કરી છે અને એ વ્યક્તિનું નામ પણ લખ્યું છે જેના કારણે તેને આત્મહત્યા કરવાની જરૂર પડી.

આપઘાત નોટમાં પૂજાએ આરોપ લગાવ્યો છે કે તેના કોચ ગુરુચરણ સિંહ ગિલએ તેને જાણી જોઈને ટીમમાં ના રાખી. કારણ જણાવતા પૂજાએ લખ્યું કે તે એક ગરીબ પરિવારમાંથી આવે છે અને કોચ ખાલી આમિર ઘરના બાળકોને જ ટીમમાં રાખે છે.

suicide

પૂજાએ આરોપ લગાવતા લખ્યું છે કે અમીર ઘરના બાળકોને જ કોલેજમાં હોસ્ટેલ અને બીજી સુવિધાઓ મળે છે. પૂજાએ લખ્યું કે તેને કોલેજમાં એડમિશન તો મળી ગયું પરંતુ હોસ્ટેલ ના આપવામાં આવ્યું જયારે તે છેલ્લા વર્ષે હોસ્ટેલમાં જ હતી.

પૂજાએ કહ્યું કે ગિલ સર કહેતા હતા કે ઘરથી કોલેજ અપડાઉન કરો. અપ ડાઉનનો એક દિવસનો ખર્ચો 120 રૂપિયા આવતો હતો. તો આટલા પૈસા તેઓ ક્યાંથી લાવે. પૂજાએ લખ્યું કે મોદીજી જયારે તમે આ પત્ર વાંચશો ત્યારે તે આ દુનિયાથી ઘણી જ દૂર ચાલી ગયી હશે અને નિવેદન કરું છું કે ગિલ સરને સખત થી સખત સજા આપવામાં આવે.

English summary
A national-level handball player on Saturday allegedly committed suicide after she was allegedly denied free hostel facility by the Khalsa College authorities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X