નવી દિલ્હી/અમૃતસર, 5 ફેબ્રુઆરી: ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડી કપિલ દેવ અને નવજોત સિંહ સિદ્ધૂ આગામી લોકસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવશે. એક રાજનીતિમાં ઇન થશે તો એક આઉટ. નવજોત સિંહ સિદ્ધૂ આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડે, જ્યારે કપિલ દેવના નજીના લોકોથી એ જાણવા મળ્યું છે, કે તેઓ આમ આદમી પાર્ટી જોઇન કરવા જઇ રહ્યા છે.
અમૃતસરથી સાંસદ સિદ્ધૂ અસલમાં અકાળી દળના શાસનથી નારાજ છે. તેમનું કહેવું છે ગકે પંજાપ સરકાર અમૃતસરના વિકાસ પર જરા પણ ધ્યાન નથી આપી રહી. એવામાં ભૂલો સરકારની છે અને જનતા સિદ્ધૂને મેણા મારી રહી છે.
માટે સિદ્ધૂએ જણાવ્યું છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં. રાજનીતિથી સંન્યાસ લઇને તેમણે અત્યાર સુધી કઇપણ સાબિત કર્યું નથી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે અકાળી દળ સિદ્ધૂને મનાવવા માટે એક દળ તેમની પાસે મોકલે.
સિદ્ધૂના આવા બળવાખોર વલણને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી ચૂંટણીમાં તેમની ભૂમિકા ખાસ રહેશે. ચૂંટણી લડે તો પણ અને ના લડે તો પણ, કારણ કે નહીં લડતા ભારતીય જનતા પાર્ટીના વોટ કપાઇ શકે છે. જોકે હાલમાં અમૃતસરમાં ભાજપની પાસે બીજો કોઇ વિકલ્પ નથી.કપિલ દેવની નવી પારી
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે ભારતીય ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવ આમ આદમી પાર્ટી જોઇન કરવા જઇ રહ્યા છે. પાર્ટીના તમામ પદાધિકારીઓનું મન છે કે કપિલ લોકસભા ચૂંટણી પણ લડે. કપિલ દેવ ઉપરાંત પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદી, પૂર્વ સીએજી વિનોદ રાય, પૂર્વ ચૂંટણી કમિશનર એસવાઇ કુરેશી પણ આમ આદમી પાર્ટી જોઇન કરી શકે છે.