For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી

નવજોત સિંહ સિદ્ધુએ આપી રાજીનામાની ધમકી, બોલ્યા- અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ લોકસભા ચૂંટણી પોતાના અંતિમ મુકામ પર પહોંચી ચૂકી છે. 19 મેના રોજ લોકભાના 7મા અને આખરી તબક્કા માટે મતદાન થનાર છે. પંજાબની તમામ 13 સીટ પર રવિવારે જ મતદાન થશે. વોટોની ગણતરી 23મી મેના રોજ થે. પરંતુ પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે તકરાર અટકવાનું નામ નથી લઈ રહી. સિદ્ધુએ શુક્રવારે કેપ્ટન પર હુમલો બોલતા રાજીનામું આપવાની ધમકી આપી દીધી. જો કે તેમણે એમ ન જણાવ્યું કે તે પાર્ટીથી રાજીનામું આપશે કે કેબિનેટથી.

નવજોત સિંહ સિદ્ધુની ધમકી

નવજોત સિંહ સિદ્ધુની ધમકી

પંજાબના મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે કહ્યું કે જો ધાર્મિક ગ્રંથોને અપવિત્ર કરવામાં સામેલ લોકોને સજા ન આપવામાં આવી તો તેઓ રાજીનામું આપી દેશે. તેમણે આ હુમલો કેપ્ટન અમરિંદર સિંહનું નામ લીધા વિના બોલ્યો. તેમણે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે સીટ ન મળી તો રાજીનામું આપી દેશે. પરંતુ હું કું છું કે જો અશિષ્ટતા કરનારાઓ પર કાર્યવાહી ન થઈ તો હું રાજીનામું આપી દઈશ. તેમણે આગળ કહ્યું હું જણાવવા માગું છું કે હું રાજ્યસભા સીટ પહેલા જ છોડી ચૂક્યો છું. તેમણે દાવો કર્યો કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને અમૃતસર સીટ છોડવા અને અન્ય સંસદીય ક્ષે્રથી ચૂંટણી લડવા કહ્યું હતું.

અમરિંદર સિંહે શું કહ્યું હતું?

અમરિંદર સિંહે શું કહ્યું હતું?

કેપ્ટન અમરિંદર સિંહે ગુરુવારે કહ્યું હતું કે જો હાલની લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન નથી કરતી તો તેઓ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું કે હાર માટે પંજાબના તમામ મંત્રી અને ધારાસભ્યો જવાબદાર હશે. પાર્ટીના શીર્ષ નેતૃત્વએ ફેસલો લીધો છે કે લોકસભા ચૂંટણીમાં હાર કે જીતનો શ્રેય મંત્રીઓ અને ધારાસભ્યોને જશે. જ્યારે રાજીનામાની વચ્ચે તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ પંજાબમાં તમામ લોકસભા સીટ પર જીત હાંસલ કરશે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં આપને પંજાબમાં ચાર સીટ મળી હતી. જ્યારે અકાલી દળને 4, ભાજપને 3 અને કોંગ્રેસને 2 સીટ મળી હતી. બાદમાં વિનોદ ખન્નાના મૃત્યુ બાદ થયેલ પેટાચૂંટણીમાં કોંગ્રેસના સુનીલ જાખડે આ સીટ જીતી હતી.

બાદલ પરિવાર પર પ્રહાર

બાદલ પરિવાર પર પ્રહાર

કોંગ્રેસના ભટિંડાથી ઉમેદવાર અમરિંદર સિંહ રાજાના પક્ષમાં શુક્રવારે સિદ્ધુએ રેલી કરી. એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા સિદ્ધુએ બાદલ પરિવાર પર હુમલો બોલ્યો. તેમણે કહ્યું કે સિરોમણી અકાલી દળ અને ભાજપે પોતાના શાસન દરમિયાન પંજાબને બર્બાદ કરી નાખ્યું. ચૂંટણી પ્રચારના આખરી દિવસે સિદ્ધુએ ભટિંડાને અકાલી દળનો ગઢ માનવામાં આવે છે. તેમણે કહ્યું કે ફ્રેન્ડલી મેચ રમનારાઓને હરાવો. ઉલ્લેખનીય છે કે વિપક્ષી દળોનો આરોપ છે કે અશિષ્ટતાના મામલે કેપ્ટન બાદલ પરિવારને બચાવી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીનો આરોપ છે કે બંનેમાં ભટિંડા અને પટિયાલા સીટ પર સમજૂતી થઈ ગઈ છે.

મોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા મોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા

રાહુલે કર્યો હતો કાર્યવાહીનો વાયદો

રાહુલે કર્યો હતો કાર્યવાહીનો વાયદો

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ 15 મેના રોજ ફરીદકોટમાં એક રીલીમાં વર્ષ 2015માં ગુરુગ્રંથ સાહિબના અપમાનમાં સામેલ લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. ભટિંડાથી કેન્દ્રીય મંત્રી અને ઉમેદવાર હરસિમરત કૌર બાદલ અકાલી દળના ઉમેદવાર છે. આમ આદમી પાર્ટીએ અહીંથી બલજિંદર કૌરને ઉતાર્યા છે જ્યારે પંજાબ એકતા પાર્ટીના પ્રમુખ સુખપાલ સિંહ ખૈરા પણ અહીંથી તાલ ઠોકી રહ્યા છે. પ્રોફેસર બલજિંદર કૌર તલવંડી સાબોથી ધારાસભ્ય છે. વર્ષ 2014માં હરસિમત કૌર બાદલ આ સીટથી 19 હજાર વોટના માર્જિનથી જીત્યાં હતાં. 27 વર્ષથી કોંગ્રેસ આ સીટને અકાલી દળ પાસેથી હાંસલ ન કરી શકી.

English summary
navjot singh sidhu threatens to resign If punishment is not given to the guilty of sacrilege
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X