For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાબ મલિકની દીકરીએ જાહેર કર્યુ સમીર વાનખેડેનુ લગ્નનુ સર્ટિફિકેટ અને રિસેપ્શનનુ ઈનવિટેશન કાર્ડ

મહારાષ્ટ્રના નવાબ મલિક અને નાર્કેટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વચ્ચે ચાલી રહેલ વિવાદ હવે નવા વળાંક પર પહોંચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રના નવાબ મલિક અને નાર્કેટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વચ્ચે ચાલી રહેલ વિવાદ હવે નવા વળાંક પર પહોંચી ગયો છે. આ દરમિયાન નવાબ મલિકની દીકરી નીલોફર મલિકે સમીર વાનખેડે સાથે જોડાયેલા નવા દસ્તાવેજ જાહેર કર્યા છે. નીલોફર મલિકે કથિત મેરેજ સર્ટિફિકેટ અને એક વેડિંગ રિસેપ્શન ઈનવિટેશન કાર્ડ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે વાનખેડેના લગ્નના છે.

sameer

ઉલ્લેખનીય છે કે ક્રૂઝ ડ્રગ્ઝ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ ચર્ચામાં આવેલા સમીર વાનખેડે સામે નવાબ મલિકે મોરચો ખોલ્યો છે. હવે નવાબ મલિકની દીકરી નીલોફર મલિકે પણ વાનખેડે સામે ટ્વિટ કરીને શરૂ કરી દીધા છે, હવે તેમણે સમીર વાનખેડેના લગ્નનુ સર્ટિફિકેટ શેર કર્યુ છે. દસ્તાવેજ મુજબ આને બાંદ્રા મેરેજ રજિસ્ટ્રાર કાર્યાલયના મેરેજ ઑફિસર જેજી બરમેડાએ જાહેર કર્યુ હતુ. કથિત પ્રમાણપત્રમાં વરરાજા સમીર વાનખડે અને નવવધુ ડૉ. શબાના કુરેશી સાથે ત્રણ સાક્ષીઓના નામ યાસ્મીન અઝીઝ ખાન, નિખિલ છેડા અને ગ્લેન પટેલના હસ્તાક્ષર દેખાઈ રહ્યા છે.

નીલોફર મલિક ખાને જોડા(સમીર વાનખેડે અને શબાના કુરેશી)ના લગ્નના રિસેપ્શન કાર્ડની એક કૉપી પણ પોસ્ટ કરી. આ કથિત રીતે આ સમારંભ 7 ડિસેમ્બર, 2006ના રોજ આયોજિત કર્યુ હતુ, જેમાં નિકાહ સાંજે 7 વાગે અને એ સાંજે રાતે જમવા માટે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઈનવિટેશન કાર્ડમાં વરરાજાનુ નામ સમીર (દાઉદ અને જાહેદા વાનખેડે) તરીકે છપાયુ છે અને સ્થળમાં મુંબઈમાં અંધેરી પશ્ચિમમાં લોખંડવાલા ગાર્ડન લખેલુ દેખાઈ રહ્યુ છે. કાર્ડની કૉપી શેર કરીને નવાબ મલિકની દીકરીએ ટ્વિટર પર કહ્યુ, 'વાનખેડે અને તેમના પરિવારજનો બધા પુરાવા છતાં ઈનકાર કરી રહ્યા છે, અહીં બધા માટે વધુ એક પુરાવો સમીર દાઉદ વાનખેડેના લગ્નનુ નિમંત્રણ કાર્ડ શેર કરવામાં આવ્યુ છે.'

English summary
Nawab Malik daughter shares Sameer Wankhede marriage certificate and reception invitation card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X