For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાબ મલિકે અનામી પત્ર શેર કરી સમીર વાનખેડે પર સનસનીખેજ આરોપો લગાવ્યા!

મુંબઈ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા સમીર વાનખેડે અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક વચ્ચે વિવાદ વધી રહ્યો છે. હવે NCP નેતા નવાબ મલિકે સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવતો પત્ર જારી કર્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા સમીર વાનખેડે અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક વચ્ચે વિવાદ વધી રહ્યો છે. હવે NCP નેતા નવાબ મલિકે સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવતો પત્ર જારી કર્યો છે. મલિકનું કહેવું છે કે આ પત્ર તેમને એનસીબીના અજાણ્યા અધિકારી દ્વારા મોકલવામાં આવ્યો છે, જે તેમને સાર્વજનિક કરી છે. આ પત્રમાં NCBના પૂર્વ ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાથી લઈને બોલિવૂડની તમામ હસ્તીઓના નામ છે.

Nawab Malik

પત્રમાં લખવામાં આવ્યું છે કે, ડીઆરઆઈ મુંબઈના પ્રભારી સમીર વાનખેડેને ગૃહમંત્રી અમિત શાહને પૂછીને ડીઆરઆઈ પાસેથી લોનના આધારે એનસીબી મુંબઈમાં ઝોનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. રાકેશ અસ્થાના કેટલા પ્રમાણિક છે તે બધા જાણે છે, તેમને કેપીએસ મલ્હોત્રા અને સમીર વાનખેડેએ બોલિવૂડ કલાકારોને ખોટા ડ્રગ્સના કેસમાં ફસાવ્યા. કેસ નોંધ્યા પછી સમીર વાનખેડે અને કેપીએસ મલ્હોત્રાએ આ કલાકારો પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરી. આમાં રાકેશ અસ્થાનાને પણ ભાગ આપવામાં આવ્યો. આ બોલિવૂડ કલાકારોમાં દીપિકા પાદુકોણ પણ સામેલ છે. કરિશ્મા પ્રકાશ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન, ભારતી સિંહ, હર્ષ લિમ્બાચિયા, રિયા ચક્રવર્તી, સોવિક ચક્રવર્તી અને અર્જુન રામપાલ પાસેથી તેના વકીલ અયાઝ ખાને એકત્રિત કર્યા હતા. અયાઝ ખાનની દોસ્તી સમીર વાનખેડે સાથે છે અને તે બે રોકટોકની NCB ઑફિસમાં આવી શકે છે. અયાઝ ખાન દર મહિને બોલિવુડ કલાકારો પાસેથી ઉઘરાણી કરીને સમીર વાનખેડેને આપે છે.

પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સમીર વાનખેડેએ ખોટા કેસ કરવા માટે પોતાની અલગ ટીમ બનાવી છે. જેમાં વિશ્વ વિજય સિંહ, IO આશિષ સિંહ, કિરણ બાબુ, વિશ્વનાથ તિવારી, JIO સુદાકર પાંડે વગેરેના નામ છે. આ લોકો કોઈપણ ઘરમાં સર્ચ દરમિયાન ડ્રગ્સ રાખે છે અને લોકો પર ખોટા કેસ કરે છે. જો ઘરમાંથી ઓછુ ડ્રગ્સ મળે છે તો વાસ્તવિક માત્રા ન દર્શાવીને વધુ જથ્થો બતાવે છે. સમીર વાનખેડે તેના સાગરિતો પાસેથી ડ્રગ્સ ખરીદે છે અને ખોટા કેસ કરવા માટે વાપરે છે.

આ પત્રમાં 26 કેસની વિગતો પણ લખવામાં આવી છે. આરોપ છે કે આ 26 કેસમાં સમીર વાનખેડે અને તેની કહેવાતી ગેંગે લોકોના ઘરની તલાશી દરમિયાન ડ્રગ્સ રાખીને ખોટા કેસ કર્યા હતા. પત્ર શેર કરવા ઉપરાંત નવાબ મલિકે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમને કહ્યું કે, સમીર વાનખેડે આ શહેરમાં 2 લોકો દ્વારા ફોન ટેપ કરી રહ્યા છે. લોકોના ફોન ક્યાંકને ક્યાંક ઈન્ટરસેપ્ટ કરવામાં આવી રહ્યા છે. 2 ખાનગી લોકો છે, એક મુંબઈ શહેરમાં છે અને એક થાણેમાં છે. અમે લોકોની સામે રાખીશું કે સમીર વાનખેડે કેવી રીતે લોકોના ફોન ખોટી રીતે ટેપ કરી રહ્યા છે.

English summary
Nawab Malik shares anonymous letter and makes sensational allegations against Sameer Wankhede!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X