For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11 પર આપેલા પોતાના નિવેદનથી પલટ્યા નવાઝ, સેનાએ મોકલ્યુ અલ્ટીમેટમ

મુંબઈમાં થયેલા 26/11 ના આતંકી હુમલા પર આપેલા પોતાના નિવેદનથી પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરે હવે પેરવી તોળ્યુ છે. નવાઝનું કહેવુ છે કે તેમણે આ વિશે જે કહ્યુ તેને મીડિયાએ અલગ રીતે રજૂ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈમાં થયેલા 26/11 ના આતંકી હુમલા પર આપેલા પોતાના નિવેદનથી પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરે હવે પેરવી તોળ્યુ છે. નવાઝનું કહેવુ છે કે તેમણે આ વિશે જે કહ્યુ તેને મીડિયાએ અલગ રીતે રજૂ કર્યુ છે. નવાઝે બે દિવસ પહેલા એક મહત્વનું નિવેદન આપતા કહ્યુ હતુ કે પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય છે અને મુંબઈ જેવા આતંકી હુમલામાં પણ તેમનો હાથ છે. નવાઝના આ નિવેદન બાદ પાકિસ્તાનની સેના તરફથી એક મીટિંગ થઈ જેમાં નવાઝ તરફથી અપાયેલા એક નિવેદન પર પણ ચર્ચા થઈ.

શું કહ્યુ હતુ નવાઝે

શું કહ્યુ હતુ નવાઝે

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે ડૉન ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં એક મહત્વનું નિવેદન આપ્યુ હતુ. તેમણે આ વાત માની હતી કે, " પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય છે અને મુંબઈમાં થયેલા આતંકી હુમલાઓને રોકી શકાતા હતા." નવાઝના આ નિવેદન બાદથી જ તેઓ પોતાના દેશમાં લોકોના ગુસ્સાનો શિકાર બની ગયા છે. પાકિસ્તાન સેના તરફથી તેમના આ નિવેદનને ‘ગેરસમજ પેદા કરનારુ' ગણાવ્યુ છે અને સાથે જ તેમના આ નિવેદનને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માનવામાં આવ્યો છે. નવાઝ શરીફના પ્રવકતા તરફથી આનું ઠીકરુ ભારતીય મીડિયા પર ફોડી દેવામાં આવ્યુ છે. નવાઝના પ્રવકતાએ કહ્યુ કે પાકિસ્તાનના મીડિયાના એક વર્ગે જાણીજોઈને કે અજાણતા ભારતીય મીડિયા તરફથી ચલાવાચેલા પ્રોપાગાન્ડાને માત્ર મંજૂરી જ નથી આપી પરંતુ તથ્યોને જાણ્યા સમજ્યા વિના આગળ વધાર્યા અને આનાથી નવાઝના નિવેદનના અર્થ જ બદલાઈ ગયા. પાક સેનાએ પ્રધાનમંત્રી શાહિદ ખાકન અબ્બાસી સાથે નવાઝના નિવેદન પર વિસ્તારથી વાત કરી છે.

પાકને આપી નવાઝે સલાહ

પાકને આપી નવાઝે સલાહ

શુક્રવારે નવાઝ શરીફે ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, "તમે તેમને નોન સ્ટેટ એક્ટર્સ કહો છો, શું આપણે તેમને બોર્ડર પાર કરીને મુંબઈમાં 150 લોકોની હત્યાની મંજૂરી આપી દેવી જોઈએ? નવાઝે આગળ કહ્યુ કે, "તમે કહો કે આપણે હજુ સુધી ટ્રાયલ કેમ પૂરી નથી કરી શક્યા?" આ સાથે જ નવાઝે એમ પણ કહ્યુ કે, "પાકિસ્તાને પોતાને આંતરરાષ્ટ્રીય સ્તર પર અલગ પાડી દીધુ છે. દુનિયા આજ સુધી એ કેમ સ્વીકારી નથી શકતી કે પાકિસ્તાન આતંકવાદ સામે લડી રહ્યુ છે. પાકિસ્તાને એ વાત સમજવી પડશે કે છેવટે આંતરરાષ્ટ્રીય સમાજમાં એ ધારણા કેમ બનેલી છે." નવાઝ શરીફના નિવેદન બાદ ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતુ કે તેમના આ નિવેદને ભારતના પક્ષ પર મોહર લગાવી દીધી છે. વળી, પાકમાં વિપક્ષી નેતા ઈમરાન ખાને કહ્યુ હતુ કે નવાઝ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાષા બોલી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાષા બોલી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાષા બોલી રહ્યા છે

કરાંચીમાં પોતાની ચૂંટણી રેલીને સંબોધતા ઈમરાન ખાને કહ્યુ કે, નવાઝ શરીફે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે મુંબઈ હુમલા માટે પાકિસ્તાનના આતંકવાદીઓ ગયા હતા. તો ચાર વર્ષ તમે પીએમ હતા ત્યારે તમારુ ઝમીર નહોતુ જાગ્યુ. વળી, પાકમાં વિપક્ષી નેતા ઈમરાન ખાને કહ્યુ હતુ કે નવાઝ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાષા બોલી રહ્યા છે.

English summary
nawaz sharif now says that media has misinterpreted his remark mumba terror attacks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X