નવાઝુદ્દીન સીદીકી પર તેની ભાભીએ લગાવ્યા સંગીન આરોપ
બોલિવૂડમાં એકપછી એક હિટ ફિલ્મો આપવાવાળા નવાઝુદ્દીન સીદીકી ફરી એકવાર વિવાદોમાં આવી ગયા છે. નવાઝુદ્દીન સીદીકી પર તેની ભાભીએ ખુબ જ સંગીન આરોપ લગાવ્યા છે. નવાઝુદ્દીન સીદીકીના ભાઈની પત્નીએ તેમના પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે.
નવાઝુદ્દીન સીદીકીના ભાઈ મિનાઝઉદ્દીન સીદીકીની પત્ની આફરીનનો આરોપ છે કે નવાઝે આખા પરિવાર સામે તેની સાથે મારપીટ કરી અને નવાઝે તેના ગર્ભને પાડી નાખવાના ઈરાદા સાથે તેને પેટ પર માર્યું.

આફરીનએ નવાઝ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને જલ્દી થી જલ્દી કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. આફરીનએ તેના પતિ પર જબરજસ્તી શારીરિક સંબંધ બનાવવા અને તેની સાથે મારપીટ કરવાની ફરિયાદ પણ કરી છે. તેને કહ્યું છે કે આખો કિસ્સો ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ છે.












Click it and Unblock the Notifications
