For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નક્સલી હુમલો: સોનિયા, મનમોહન સિંહ પહોંચ્યા રાયપુર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 મે: વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલાને ધ્યાનમાં રાખી આજે રાયપુર પહોંચ્યા છે. આ નક્સલી હુમલામાં પાર્ટીના કેટલાક નેતાઓ સહિત 27 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 32થી વધુ લોકોને ઇજા પહોંચી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના બસ્તર જિલ્લાના ઘોર જંગલમાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓના કાફલા પર નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા મહેન્દ્ર સિંહ સહિત લગભગ 27 લોકોના મોત નિપજ્યાં છે. આ હુમલો બસ્તર જિલ્લામાં જગદલપુર નજીક દરબા ઘાટીમાં થયો હતો.

sonia-with-pm

અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં ગઇકાલે થયેલા હુમલા બાદ ગુમ હોવાનું કહેવામાં આવતાં કોંગ્રેસ અધ્યક્ષ નંદ કુમાર પટેલ અને તેમના પુત્ર દિનેશ પટેલની લાશ આજે સવારે ઘટનાસ્થળેથી થોડે દૂર મળી આવી છે. તેમની વિશે કહેવામાં આવતું હતું લે નકસલી તેમની અપહરણ કરી લઇ ગયા હતા. બસ્તર જિલ્લાના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળ પર આજે સુરક્ષાકર્મી અને કોંગ્રેસ કાર્યકર્તાઓની લાશ મળી આવી હતી.

નકસલી હુમલામાં છત્તીસગઢના કોંગ્રેસ અધ્યક્ષ નંદ કુમાર પટેલ, વરિષ્ઠ કોંગ્રેસની નેતા મહેન્દ્ર કર્મા સહિત અત્યાર સુધી 27 લોકોના મોત નિપજ્યાં છે. ઘટનાસ્થળેથી લાશને શોધવાનું કામકાજ ચાલુ છે. હજારો સુરક્ષાકર્મી શોધખોળ અભિયાનમાં જોડાયેલા છે.

English summary
Following Saturday's tragic and dastardly attack on Congress leaders and activists by Maoists in Chhattisgarh, Manmohan Singh and Sonia Gandhi have reached here on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X