For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં નક્સલીઓનો મોટો હુમલો, CRPFના 13 જવાન શહીદ

|
Google Oneindia Gujarati News

સુકમા, 1 ડિસેમ્બર: છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે, આ હુમલામાં સીઆરપીએફના 13 જવાનો શહીદ થઇ ગયા છે. જેમાં બે અધિકારી (એક ડેપ્યુટી કમાંડેંટ અને એક સહાયક કમાંડેંટ) અને 11 જવાન સામેલ થયા છે. નક્સલીઓની તલાશ જારી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ સાથે વાત કરી છે. રાજનાથ આવતીકાલે સવારે છત્તીસગઢ જશે.

સોમવારે ચિંતાગુફામાં નક્સલિયોએ સીઆરપીએફ જવાનો પર ઘાત લગાવીને હુમલો કર્યો. એલમાગુંડા અને એરાગોંડાની વચ્ચે આ હુમલો તે સમયે થયો જ્યારે 223મી બટાલિયનના જવાનો વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. નક્સલિયોએ સુરક્ષા દળોને નિશાનો બનાવીને આઇઇડી બ્લાસ્ટ કર્યો. આ દળમાં 120 જવાનો સામેલ હતા. ઘટના બાદ સીઆરપીએફ સઘન તલાશ અભિયાનમાં લાગી ગઇ છે.

naxal
ઘટનાની જાણકારી મળતા જ સીઆરપીએફના અધિકારીઓ અને સુકમા જિલ્લાના એસપી ઘટનાસ્થળ માટે રવાના થઇ ગયા. આ હુમલો એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ દરમિયાન થયો. છત્તીસગઢના એડીજીપીનું કહેવું છે કે કોમ્યુનિકેશનની નિષ્ફળતાના કારણે આ ઘટના ઘટી.

છત્તીસગઢ પોલીસના એડીજી આર કે વિઝે જણાવ્યું કે વિસ્તારમાં આઇટીબીપી, બીએફએફ અને સીઆરપીએફના જવાન ઓપરેશનમાં લાગ્યા છે. ફાયરિંગ રોકાઇ ગઇ છે પરંતુ તલાશી અભિયાન ચાલુ છે. ઓપરેશન માટે પૂરતા સુરક્ષા દળ વિસ્તારમાં હાજર છે.

તાજો હુમલો વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહને નક્સલિયો તરફથી ખુલો પડકાર છે. રાજનાથ સિંહે લખનઉમાં પ્રેસ કોન્ફ્રેંસમાં જણાવ્યું કે નક્સલી અમારા માટે પડકાર છે અને આ પડકારનો આપણે સાથે મળીને સામનો કરવો પડશે. ગૃહમંત્રીએ જણાવ્યું કે નક્સલીયોએ નિર્દોષ ગામવાળાઓને ઢાલ બનાવીને સીઆરપીએફ પર હુમલો કર્યો અને અમે નિર્દોષો પર ગોળી નથી ચલાવતા. રાજનાથે જણાવ્યું 'નક્સલીઓ ભયભીત થઇ ગયા છે, આવી ઘટનાઓને રોકવા માટે જે પણ સંભવ બનશે તે કરવામાં આવશે. અમે હાથ પર હાથ રાખીને બેસી નહીં રહીએ. આ દેશના નાગરિકો માટે પડકાર છે અને વ્યક્તિગત પ્રકારે આ ઘટનાથી હું દુ:ખી છું.'

English summary
Naxal attack in Sukuma Chhattisgarh kills 13 CRPF personnel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X