For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભણેલા-ગણેલા યુવાનો પાસે નોકરી નથી, બેરોજગારીના કારણે કન્યા નથી મળી રહીઃ શરદ પવાર

એનસીપી પ્રમુખ શરદ પવારે બેરોજગારી મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Sharad Pawar On Unemploment: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવાર અવારનવાર ભાજપની નીતિઓ પર પ્રહારો કરતા હોય છે. આ વખતે શરદ પવારે બેરોજગારી મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે યુવાન છોકરાઓને નોકરીના અભાવમાં કન્યાઓ નથી મળી રહી. પવારે કહ્યુ કે તેઓ એવા 15-20 યુવાનોને મળી ચૂક્યા છે જેમણે શિક્ષણ તો મેળવી લીધુ છે પરંતુ તેમની પાસે નોકરી નથી. નોકરીના અભાવમાં આ લોકોના લગ્ન નથી થતા.

sharad pawar

NCP પ્રમુખ શરદ પવારે બેરોજગારીને લઈને કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર પર આકરા પ્રહારો કર્યા. બુધવારે પુણેમાં 'જન જાગ યાત્રા' અભિયાનને લીલી ઝંડી બતાવતા પહેલા પવારે જણાવ્યુ હતુ કે નોકરીની તકોનો અભાવ લગ્ન કરવા યોગ્ય યુવાનો માટે સામાજિક સમસ્યાઓ ઊભી કરી રહી છે કારણ કે તેમને કન્યા મળતી નથી.

એક ઘટના વર્ણવતા તેમણે કહ્યુ કે એકવાર મુસાફરી દરમિયાન તે 25થી 30 વર્ષની વય જૂથના 15-20 યુવાનોના સંપર્કમાં આવ્યા. બધા યુવાનો ગામના એક જાહેર ચોકમાં ખાલી બેઠા હતા. મે તેમને પૂછ્યુ કે તે કેટલુ ભણેલા છે? કેટલાકે કહ્યુ કે તેઓ સ્નાતક પાસ છે, જ્યારે કેટલાકે કહ્યું કે તેઓ MA ડિગ્રી ધારક એટલે કે અનુસ્નાતક પાસ છે. લગ્નના સવાલ પર બધાએ નકારાત્મક જવાબ આપ્યો.

પવારે કહ્યુ કે જ્યારે મે પૂછ્યું કે બધા છોકરાઓ પરણેલા છે, તો તેમણે જવાબ આપ્યો કે તેમની પાસે નોકરી ન હોવાથી કોઈ તેમને કન્યા આપવા તૈયાર નથી. તેમણે કહ્યુ કે આવી ફરિયાદો મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં વધુ છે. પવારે નોકરીની તકોને પ્રોત્સાહન આપવા માટે નીતિઓ અપનાવવાને બદલે સમુદાયો વચ્ચે વિભાજન કરવા માટે ભાજપની ટીકા કરી. તેમણે કહ્યુ કે કેટલાક મુદ્દાઓ બે સમુદાયો વચ્ચે નફરત પેદા કરવા માટે અવ્યવસ્થિત રીતે બનાવવામાં આવે છે. તેઓ આવું કેમ કરી રહ્યા છે? કારણ કે તેઓ ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂરા કરી શક્યા નથી.

English summary
NCP Chief Sharad Pawar hits on BJP over unemployment, says Youth can't finding brides.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X