મોદી મુદ્દે NCP નરમ, કહ્યું,‘ગુજરાત રમખાણોના મુદ્દાને પડતો મુકો’

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ એનસીપીના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલે ગુજરાત રમખાણોના મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પક્ષમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 2002માં જે ગુજરાતના રમખાણો થયા હતા, તેના પર કોર્ટનો આદેશ આવી ચુક્યો છે અને તેથી એ આદેશનું સન્માન કરવામાં આવે. નરેન્દ્ર મોદી પર એનસીપીના નરમ વલણને લઇને તેના રાજકિય તારણો કાઢવામાં આવી રહ્યાં છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, આ પ્રફુલ્લ પટેલનો અંગત પ્રતિભાવ છે.

praful-patel
નોંધનીય છે કે થોડાક દિવસ પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે 2002માં ગુજરાત રમખાણો ભડકાવવા માટે નરેન્દ્ર મોદી સરકાર જવાબદાર છે, જ્યારે કોંગ્રેસ સરકારે 1984ના સીખ વિરોધી રમખાણોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. વડાપ્રધાન મનમોહન સિંહ સહિત આખી કોંગ્રેસ નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણો માટે દોષિ માને છે. જો કે, એસઆઇટીમાંથી નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણોના મામલામાં ક્લીન ચિટ મળી ગઇ છે.

આ કોંગ્રેસ માટે ઝટકાથી કમ નથી, કારણ કે જમ્મુ કાશ્મીરમાં સત્તાધીશ નેશનલ કોન્ફ્રેન્સ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટવાની કગાર પર છે. સંકેત મળી રહ્યાં છે કે, બન્ને પક્ષોમાં ભારે મતભેદોના કારણે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા રાજીનામું આપી શકે છે. બન્ને પક્ષો વચ્ચે મતભેદ થવાનું સૌથી મોટું કારણ એક મહત્વકાંક્ષી યોજનામાં કોંગ્રેસ દ્વારા અડચણો ઉભી કરવાનું છે.

English summary
NCP going soft on Narendra Modi? says, time to forget 2002 riots

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.