For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NCPના નવાબ મલિકઃ બધા MLA અમારી સાથે, ફ્લોર ટેસ્ટમાં પડી ભાંગશે ભાજપ સરકાર

એનસીપી પ્રવકતા નવાબ મલિકે કહ્યુ કે ફડણવીસ અને અજીત પવારે છેતરપિંડી કરીને સરકાર બનાવી છે. બધા ધારાસભ્ય અમારી સાથે છે અને આ સરકાર ફ્લોર ટેસ્ટ પાસ નહિ કરી શકે.

|
Google Oneindia Gujarati News

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે મહારાષ્ટ્રમાં ભાજપ સાથે જવાનો નિર્ણય અજીત પવારનો છે નહિ કે પાર્ટીનો. મલિકે કહ્યુ કે ફડણવીસ અને અજીત પવારે છેતરપિંડી કરીને સરકાર બનાવી છે. બધા ધારાસભ્ય અમારી સાથે છે અને આ સરકાર ફ્લોર ટેસ્ટ પાસ નહિ કરી શકે.

ધારાસભ્યોની સહીનો ખોટો ઉપયોગ

ધારાસભ્યોની સહીનો ખોટો ઉપયોગ

એનસીપી પ્રવકતા નવાબ મલિકે જણાવ્યુ કે અજીત પવારે બધા ધારાસભ્યોની સહીવાળુ જે પેપર રાજ્યપાલને સોંપ્યુ છે. તેમાં પણ છેતરપિંડી કરવામાં આવી છે. આ સહી ધારાસભ્યોની હાજરી માટે કરવામાં આવી હતી. આને ભાજપના સમર્થનનો પત્ર ગણાવવામાં આવ્યો છે. આ સંપૂર્ણપણે ફ્રોડ થયુ છે.

શરદ પવાર, સુપ્રિયા સૂળે પણ અજીત પવારના વિરોધમાં

શરદ પવાર, સુપ્રિયા સૂળે પણ અજીત પવારના વિરોધમાં

એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે ભાજપને સમર્થન કરવુ અજીત પવારનો અંગત નિર્ણય છે, પાર્ટી આમાં શામેલ નથી. હું તેમના આ નિર્ણયનુ કોઈ પણ રીતે સમર્થન નથી કરતો. શરદ પવારની દીકરી સુપ્રિયા સુળેએ શનિવારે પોતાના વૉટ્સએપ સ્ટેટસ પર લખ્યુ, પરિવાર અને પાર્ટી તૂટી ગઈ. જીવનમાં કોઈના પર ભરોસો કરવો, મે પોતાને આટલી છેતરાયેલી ક્યારેય નથી અનુભવી, જેને આટલો પ્રેમ કર્યો, બચાવ કર્યો, બદલમાં જુઓ શું મળ્યુ.

આ પણ વાંચોઃ જે કાગળ પર ઉદ્ધવ માટે કરાવી ધારાસભ્યોની સહી, તે અજીત પવારે ફડણવીસને આપી દીધુઆ પણ વાંચોઃ જે કાગળ પર ઉદ્ધવ માટે કરાવી ધારાસભ્યોની સહી, તે અજીત પવારે ફડણવીસને આપી દીધુ

મહારાષ્ટ્રના રાજકારણમાં નાટકીય ઘટનાક્રમ

મહારાષ્ટ્રના રાજકારણમાં નાટકીય ઘટનાક્રમ

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે નાટકીય ઘટનાક્રમમાં ભાજપને દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમની સાથે એનસીપી ધારાસભ્ય અજીત પવારે ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમની સાથે એનસીપી ધારાસભ્ય અજીત પવારે ઉપ મુખ્યમંત્રી પદનના શપથ લીધા. અજીતે એનસીપીના ભાજપને સમર્થનની વાત કહી છે પરંતુ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યુ છે કે ભાજપને સમર્થન આપીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો નિર્ણય રાષ્ટ્રવાજી કોંગ્રેસ પાર્ટીનો નહિ પરંતુ અજીત પવારનો અંગત છે. એનસીપીના બીજા નેતાઓએપણ ભાજપ સાથે ન જવાની વાત કહી છે. એવામાં રાજ્યનો રાજકીય ઘટનાક્રમ રસપ્રદ બની ગયો છે. રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને 7 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવા માટે કહ્યુ છે.

English summary
NCP Nawab malik statement on maharashtra govt formation and ncp mlas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X