Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM તરીકે મોદી પહેલી પસંદ, 200 બેઠકોની પાર BJP: સર્વે

નવી દિલ્હી, 25 જાન્યુઆરી: જો હાલમાં ચૂંટણી યોજાય તો ભાજપ અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કરી શકે છે, જ્યારે કોંગ્રેસને જોરદાર ઝટકો લાગતો દેખાઇ રહ્યો છે. સીએમડીએસ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં ભાજપને એકલાને 192થી લઇને 210 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને 92થી 108 સુધી બેઠક મળી શકે છે. સર્વેમાં એનડીએને 211થી 231 અને યૂપીએને 107થી 127 બેઠક મળવાનું અનુમાન છે. મમતા બેનર્જીને 20થી 28 અને જયલલિતા અને લેફ્ટ ફ્રન્ટને 15થી 23 બેઠકો મળી શકે છે.

મોદી લોકોની પહેલી પસંદ
સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા 18 રાજ્યોમાં નેશનલ ટ્રેકર સર્વેમાં લોકોની પહેલી પસંદ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી છે. સર્વેમાં નરેન્દ્ર મોદીને 34 ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માત્ર 15 ટકા લોકોની પસંદ છે અને સોનિયા 5 ટકા પર સમેટાઇ ગઇ છે. જ્યારે મોદી અને રાહુલ અંગે સીધું પૂછવામાં આવ્યું તો મોદીને 42 ટકા લોકો વડાપ્રધાન તરીકે જોવા માગે છે, અને રાહુલને 25 ટકા લોકો વડાપ્રધાન તરીકે જોવા માગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા અમે રાજ્યવાર સર્વેના આંકડા રજૂ કર્યા હતા. 18 રાજ્યોમાં કરવામાં આવેલા સીએસડીએસના આ સર્વેમાં કયા રાજ્યોમાં કોને કેટલી બેઠકો મળી રહી છે, તે આ પ્રમાણે છે...

narendra modi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X