For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગ્ય સમયે NDAના PM ઉમેદવારની જાહેરાત કરશે: નીતિશ કુમાર

|
Google Oneindia Gujarati News

nitish kumar
પટના, 7 મે: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક કાર્યક્રમમાં જણાવ્યું કે અમે યોગ્ય સમયે એનડીએના પ્રધાનમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરીશું. આના માટે વીટોનો ઉપયોગ કરવાની જરૂર નથી. તેમણે આ વાત એ સવાલના જવાબમાં કહ્યું જેમાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે લોકતંત્રમાં વીટોનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી.

નીતિશનું કહેવું છે કે ગઠબંધન સહમતિથી ચાલે છે અસહમતિથી નહી. જે પક્ષોની આંતરિક સહમતિ પર નિર્ભર કરે છે, અસહમતિ પર નહી. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇને એક સારા નેતૃત્વકર્તા બતાવી કહ્યું કે તેઓ બધા પક્ષોને સાથે લઇને ચાલતા હતા.

તેમની પાર્ટી એનડીએમાં જ રહેશે કે નહી એવા સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ ના આપતા તેમણે કહ્યું કે આપણે તેનો નિર્ણય અત્યારે નહી કરીએ કારણ કે આવા નિર્ણય કરવાની જરૂરીયાત હાલમાં નથી. જોકે તેમણે એ પણ જણાવ્યું કે 2014માં બિહારને વિશેષ રાજ્ય તરીકે જાહેર કરવાનો મુદ્દો પાર્ટીના એજન્ડામાં સૌથી ઉપર રહેશે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા અંગે તેમણે જણાવ્યું કે જે બિહારને સમજે છે, તેઓ આના પક્ષમાં છે અને જેઓ નથી સમજતા તેઓ તેની વિરોધમાં છે.

તેમણે હાલમાં નાણામંત્રી પી. ચિદમ્બરમના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેમણે રાજ્યને વિશેષ દરજ્જો આપવાના માપદંડોમાં ફેરફાર કરવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે બિહારની વાસ્તવિક સ્થિતિ જોવા માટે નાણામંત્રી 11 મેના રોજ બિહાર આવશે. તેમણે જણાવ્યું કે રાજ્યના વિકાસદરને વધારવા માટે આ જરૂરી છે. તેમણેયુપીએનું સમર્થન કરતા જણાવ્યું કે સીબીઆઇ, સરકારનો એક ભાગ છે, જેમ કે પોલીસ હોય છે અને અમે બિહારમાં જોઇએ છીએ કે પોલીસના કામમાં કોઇ દખલઅંદાજી કરતું નથી.

English summary
We will anounce NDA's Prime Minister candidate at right time said Nitish kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X