એનડીટીવીએ સરકારનો નિર્ણય પડકાર્યો, પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યુ

Subscribe to Oneindia News

ચેનલ પર એક દિવસના પ્રતિબંધ અંગે એનડીટીવી ઇંડિયાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. એનડીટીવીએ કોર્ટમાં સરકાર ( સૂચના અને પ્રસારણ મંત્રાલય) ના નિર્ણયને પડકારતી એક ફરિયાદ દાખલ કરી છે. તમને જણાવી દઇએ કે એનડીટીવી ઇંડિયા પર એક દિવસના પ્રસારણના પ્રતિબંધ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. હવે જોવાનું એ છે કે કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે.

supreme court

કેમ લાગ્યો પ્રતિબંધ


હિંદી ન્યૂઝ ચેનલ એનડીટીવી ઇંડિયા પર આરોપ છે કે તેણે પઠાણકોટ હુમલા દરમિયાન એવી સંવેદનશીલ માહિતી પ્રસારિત કરી જેનાથી આતંકવાદીઓને મદદ મળી શકતી હતી. સરકારે નિયમોના ઉલ્લંઘનના આરોપમાં એનડીટીવી ઇંડિયા પર એક દિવસનો પ્રતિબંધ લગાવ્યો છે.

subhash chandra


ઝી ના સુભાષ ચંદ્રાએ પ્રતિબંધને વાજબી ઠેરવ્યો

આ પહેલા ઝી મીડિયા ગ્રુપના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ એનડીટીવી ઇંડિયા પર લાગેલા પ્રતિબંધને વાજબી ઠેરવ્યો હતો અને કહ્યું હતુ કે તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દેવો જોઇએ. ચંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે એનડીટીવી ઇંડિયા પર એક દિવસીય પ્રતિબંધ નાઇંસાફી છે, આ સજા બહુ જ ઓછી છે. દેશની સુરક્ષા સાથે રમત રમવા બદલ તેના પર આજીવન પ્રતિબંધ લાગવો જોઇએ. વધુમાં તેમણે લખ્યુ કે મને તો એ પણ વિશ્વાસ છે કે જો એનડીટીવી ઇંડિયા ન્યાયાલયમાં જશે તો તેને ત્યાં પણ ફટકાર મળશે.

katju

કાત્જૂએ કહ્યુ એનડીટીવી પર પ્રતિબંધ ગેરકાયદેસર, માત્ર રિપોર્ટિંગ કર્યુ હતુ

આ મુદ્દે શનિવારે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાત્જૂએ આ પ્રતિબંધને ગેરકાયદેસર ગણાવતા પોતાના બ્લોગ સત્યમ બ્રુયાતમાં કેબલ ટીવી નેટવર્ક રુલ 1994 હેઠળ રુલ નંબર 6 (1) (P) નો ઉલ્લેખ કરતા લખ્યુ હતુ કે, 'મે રવિશકુમાર સાથે વાતચીત કરી છે. આ પ્રતિબંધ ગેરકયદેસર છે. કાયદા પ્રમાણે સુરક્ષાબળો તરફથી આતંકવાદ વિરોધી કોઇ પણ ઓપરેશનના લાઇવ કવરેજને કોઇ પણ પ્રોગ્રામ કેબલ સર્વિસ પર ન લેવાય. મીડિયા માત્ર એ જ પ્રસારિત કરી શકે જે ઓપરેશન પૂરુ થયા બાદ સરકાર જાણકારી આપે. લાઇવ કવરેજનો મતલબ છે કે એવા દ્રશ્યો બતાવવા કે જેમાં સુરક્ષા બળો આતંકવાદીઓની સર્ચ કરી રહ્યા હોય કે તેમની સાથે લડી રહ્યા હોય. આતંકવાદ વિરોધી ઓપરેશનનું માત્ર રિપોર્ટિંગ કરવુ લાઇવ કવરેજ નથી. તેમણે લખ્યુ કે એનડીટીવીએ આતંકી ઓપરેશનનું માત્ર રિપોર્ટિંગ કર્યુ હતુ. એવુ કોઇ દ્રશ્ય બતાવવામાં નથી આવ્યુ જેમાં સુરક્ષા બળો આતંકવાદીઓનો પીછો કરી રહ્યા હોય કે તેમની સાથે લડી રહ્યા હોય. એવામાં આ પ્રતિબંધ સ્પષ્ટ રીતે ગેરકાયદેસર છે.

English summary
NDTV on Monday said that it has filed a writ petition in the Supreme Court challenging a government order
Please Wait while comments are loading...