નેપાળ થી ભારતમાં છોકરીઓની તસ્કરી 500 ટકા વધી

Posted By:
Subscribe to Oneindia News

સીમા સુરક્ષા બળની એક સ્ટડી ટીમ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત નેપાળ સીમા પર માનવ તસ્કરી ખુબ જ ઝડપ થી વધી રહી છે. આ રિપોર્ટ અનુસાર અવેધ રૂપે ભારતમાં લાવવામાં આવેલી પીડિતોની સંખ્યા વર્ષ 2013 થી 500 ટકા સુધી વધી ગયી છે. જેના કારણે ગામો અને તરાઈ વિસ્તારોમાં અવેધ તસ્કરી ઘ્વારા લાવવામાં આવેલી છોકરીઓ છે. આ છોકરીઓને નેપાળ થી દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બીજા શહેરોના વેશ્યાલય માલિકોને ફક્ત 50,000 રૂપિયાની કિંમતે વેચવામાં આવી રહી છે.

વર્ષ 2017 દરમિયાન 607 છોકરીઓને બચાવવામાં આવી

વર્ષ 2017 દરમિયાન 607 છોકરીઓને બચાવવામાં આવી

સીમા સુરક્ષા બળ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારતમાં બાળકો અને મહિલાઓની તસ્કરી માટે નેપાળ સૌથી મોટો સ્ત્રોત છે. જ્યાં યુવતીઓને વેશ્યાવૃત્તિ માટે ધકેલી દેવામાં આવે છે. સીમા સુરક્ષા બળ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2013 દરમિયાન ભારત અને નેપાળ સીમા પર 108 છોકરીઓ અને બાળકીઓની બચાવવામાં આવી. જયારે વર્ષ 2017 દરમિયાન આ આંકડો 607 સુધી પહોંચી ગયો, જેમને આ નરકમાંથી બહાર કાઢવામાં આવી હતી.

ઉચ્છ જાતિની છોકરીઓ પણ થઇ રહી શિકાર

ઉચ્છ જાતિની છોકરીઓ પણ થઇ રહી શિકાર

સીમા સુરક્ષા બળ ઘ્વારા નેપાળની મહિલાઓ અને સામાજિક કલ્યાણ મંત્રાલય આંકડા અનુસાર જણાવ્યું કે વધારે પહાડી અને અનુસૂચિત જાતિઓની મહિલા અને બાળકો ખતરામાં છે. પરંતુ ઉચ્છ જાતિના લોકોને પણ ભારતમાં અવેધ રીતે લાવવામાં આવી રહ્યા છે.

નાબાલિક છોકરીઓને આવી રીતે ભારત લાવવામાં આવે છે

નાબાલિક છોકરીઓને આવી રીતે ભારત લાવવામાં આવે છે

માનવ તસ્કરી કરનાર પુરુષ અને મહિલા 9 થી 16 વર્ષની ઉમરની છોકરીઓને બસ ઘ્વારા ભારતના સીમાના શહેરોમાં લાવવામાં આવે છે. ત્યાં સીમા પર એક એજન્ટ હોય છે જે દરેક બાળકી માટે 6000 રૂપિયા આપે છે અને પછી તેમને વેશ્યાલયમાં મોકલવામાં આવે છે. રિપોર્ટ અનુસાર ક્યારેક પરિવારના સદસ્ય પણ તસ્કર રૂપે કામ કરે છે. છોકરીઓને તેમની સાચી ઉમર સંતાડવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. રિપોર્ટ અનુસાર નેપાળથી જે છોકરીઓને ભારત લાવવામાં આવે છે તેમાંથી 60 ટકા છોકરીઓ વેશ્યાલયમાં મોક્લવવામાં આવે છે.

English summary
Nepal girls trafficked into india up by 500 in last 5 years ssb report

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.