For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનતાં કોઇ રોકી નહી શકે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નેપાળ, 3 જાન્યુઆરી: નેપાળની હિન્દુ સમર્થક પાર્ટી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી-નેપાળ (આરપીપી-એન)ને કહ્યું કે તેમના દેશને ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનતાં કોઇ રોકી શકશે નહી. આ પાર્ટીએ દેશની બીજી પાર્ટીઓ પર પશ્વિમી દેશોના પ્રભાવમાં ધર્મનિરપેક્ષતાની વકાલત કરવાનો આરોપ લગાવ્યો છે. આરપીપી-એનના અધ્યક્ષ કમલ થાપાએ શુક્રવારે રાજધાની કાઠમાંડૂમાં એક રેલીમાં આ દાવો કર્યો છે. આ રેલીમાં લગભગ 10,000 લોકો હાજર હતા. રેલીને સંબોધિત કરતાં થાપાએ દાવો કર્યો, 'દેશને ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનતાં કોઇ પણ રોકી શકશે નહી.'

થાપાનું કહેવું હતું કે નેપાળને ધર્મનિરપેક્ષ બનાવવાની વકાલત કરનાર નેતા પશ્વિમી દેશો પાસેથી પૈસા લઇને દેશની જનતાને ગુમરાહ કરી રહ્યાં છે. નેપાળને 2008માં હિન્દુ રાષ્ટ્રથી એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર જાહેર કરી દેવામાં આવ્યું હતું.

nepal-hands

થાપાનું કહેવું છે કે નેપાળના સંવિધાનને દેશના હિન્દુ રાષ્ટ્રની ઓળખને સુનિશ્વિત કરવી પડશે. તેમનું કહેવું હતું કે જ્યારે-જ્યારે દુનિયામાં 40થી વધુ મુસ્લિમ અને 70થી વધુ ઇસાઇ દેશ હોઇ શકે છે તો લાખો લોકોનું ઘર હોવા છતાં નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર કેમ ન હોઇ શકે. તેમણે સંવિધાનમાં ગૌ-હત્યા રોકવાની જોગવાઇ કરવાની માંગ કરી છે.

આ રેલીનું આયોજન નેપાળને ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે નિકાળવામાં 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી રથયાત્રાના સમાપાન બાદ કરવામાં આવ્યું હતું. 25 ડિસેમ્બરથી શરૂ થનાર આ રથયાત્રાને 19,00 કિમી લાંબી સફરનું અંતર કાપ્યું છે.

English summary
Nepal's pro-Hindu party on Friday asserted that no one could stop the country from turning back into a Hindu nation and accused politicians of advocating secularism under the influence of the West.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X