NET Paper Leak : ટેલિગ્રામ પર NET નું પેપર લીક કરનારો ઝડપાયો, જાણો ક્યાંથી લીક થયુ હતું પેપર?

NET Paper Leak : દેશમાં આ દિવસોમાં પેપર લીકની સિઝન ચાલી રહી છે. એક પછી એક પેપર લીક થઈ રહ્યાં છે ત્યારે હવે પોલીસે નેટનું પેપક ટેલિગ્રામ પર શેર કરનારાને ઝડપી પાડ્યો છે.

UGC NET 2024 પરીક્ષામાં ગેરરીતિના કેસમાં દિલ્હીની CBI ટીમે ઉત્તર પ્રદેશના કુશીનગરમાંથી એક યુવકની ધરપકડ કરી છે. પકડાયેલા યુવકનું નામ નિખિલ છે. સીબીઆઈની ટીમ પાદરાના પોલીસ સ્ટેશનમાં નિખિલની પૂછપરછ કરી રહી છે.

NET Paper Leak

નિખિલે યુજીસી નેટની પરીક્ષા પણ આપી હતી. તે કોટામાં રહીને તૈયારી કરી રહ્યો હતો અને લગભગ એક મહિના પહેલા આવ્યો હતો અને કુશીનગર સિધુઆમાં રહેતો હતો. નિખિલે ટેલિગ્રામ પર UGC NET પેપરના કેટલાક અંશ શેર કર્યા હતા.

18 જૂને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ UGC NET પરીક્ષા પેન-પેપર મોડ (OMR શીટ) માં આયોજિત કરી હતી અને તે 19 જૂને રદ કરવામાં આવી.

19 જૂન 2024 ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને પરીક્ષા અંગે ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU) તરફથી કેટલાક ઇનપુટ મળ્યા હતા. આ ઈનપુટ પરીક્ષામાં ગેરરીતિ અંગેના હતા. બાદમાં શિક્ષણ મંત્રાલયે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો.

જણાવી દઈએ કે, યુજીસી નેટની પરીક્ષા 19 જૂને દેશભરના 317 શહેરોમાં 1205 પરીક્ષા કેન્દ્રો પર બે શિફ્ટમાં લેવામાં આવી હતી, જેમાં 11,21,225 ઉમેદવારોએ ભાગ લીધો હતો. પ્રથમ શિફ્ટ સવારે 9.30 થી બપોરે 12.30 અને બીજી શિફ્ટ બપોરે 3 થી 6 વાગ્યા સુધીની હતી. NTAએ એક જ દિવસમાં તમામ 83 વિષયોની પરીક્ષા લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X