For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીના 17 લાખ લોકોને ઘરે જ મળશે રાશન, ઘઉં દળાવવાનો ખર્ચ પણ ઉઠાવશે કેજરીવાલ સરકાર

'મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના' દ્વારા રાજધાની દિલ્લીના 17 લાખ લોકોને તેમના ઘરે રાશન પહોંચાડવા માટેની અધિસૂચના જાહેર થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 'મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના' દ્વારા રાજધાની દિલ્લીના 17 લાખ લોકોને તેમના ઘરે રાશન પહોંચાડવા માટેની અધિસૂચના જાહેર થઈ ગઈ છે. આ યોજનાની શરૂઆત માર્ચ મહિનાથી થશે. ઘઉંના બદલે લોટ અને ચોખાનુ પેકેટ મળશે. ચોખા અને ખાંડના પેકેટ પર તેની મેન્યુફેક્ચરીંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ લખવામાં આવશે. દરેક પ્રકારનો સામાન ગોડાઉનથી લેવા, પેકેજિંગ અને ગરીબોના ઘર સુધી પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયા સીસીટીવી, જીપીએસ તેમજ બાયોમેટ્રીક સિસ્ટમ હેઠળ પૂરી કરવામાં આવશે. દિલ્લી કન્ઝ્યુમર કો-ઑપરેટીવ હોલસેલ સ્ટોર લિમિટેડને બધી સૂચના રિયલ ટાઈમ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાશનની ડોર સ્ટેપ ડિલીવરી માટે દિલ્લી સરકાર વધારાનો ચાર્જ લેશે. જો કે કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી.

arvind kejriwal

ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્લીની લગભગ બે હજાર દુકાનો દ્વારા 17 લાખ લોકોને ચોખા, ઘઉ તેમજ ખાંડ જેવો સામાન પૂરો પાડવામાં આવે છે. ચોખા તેમજ ઘઉને ફૂડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા(એફસીઆઈ) પાસેથી લેવામાં આવે છે. ખાંડના પુરવઠાની ખરીદી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રાશન લેવા માટે રાશનકાર્ડ ધારકોએ બાયોમેટ્રીક વેરિફિકેશન કરાવવુ અનિવાર્ય રહેશે. રાશનની ચોક્કસ ડિલીવરી માટે સરકાર તરફથી બધી રાશનની દુકાનો પર ઈપોસ મશીનો લગાવવાનુ પણ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે.

દિલ્લી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 'મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના'ની અધિસૂચના મુજબ ઘઉં દળાવવાનો ખર્ચ પણ દિલ્લી સરકાર ઉઠાવશે. બધા વિધાનસભા ક્ષેત્રોમાં અમુક ઘંટીઓને ચિહ્નિત કરવામાં આવશે જ્યાંથી લોકો ચિઠ્ઠી આપીને લોટ લઈ શકશે. આ યોજના હેઠળ ગરીબોને સસ્તા દરની દુકાનો સુધી નહિ જવુ પડે. રાશનની દુકાનો પર રાશન પહોંચવા પર લોકોને એસએમએસ દ્વારા સૂચના મળશે જેના દ્વારા ખબર પડશે કે તેમના વિસ્તારની દુકાન પર સસ્તુ રાશન પહોંચી ચૂક્યુ છે. જે લોકોએ રાશનની ડોર સ્ટેપ ડિલીવરી માટે ફોર્મ ભર્યુ હશે તેમને પણ એસએમએસ દ્વારા સૂચના આપવામાં આવશે કે કઈ તારીખ સુધી રાશન તેમના ઘરે પહોંચશે.

કેજરીવાલ સરકાર તરફથી દરેક પરિવારને દર મહિને મળે છે રૂ.2464કેજરીવાલ સરકાર તરફથી દરેક પરિવારને દર મહિને મળે છે રૂ.2464

English summary
New Delhi's 17 lakhs peple will get rashan at home from March
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X