For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો જલદી જ કાશ્મીરમાં રચાશે સરકાર, ભાજપ થશે સામેલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): જમ્મૂ-કાશ્મીરમાં સરકાર રચવામાં ફસાયેલા પેંચને હલ કરવાના ઇરાદાથી ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે જમ્મૂ-કાશ્મીરના પાર્ટી નેતાઓ પાસેથી પ્રદેશમાં સરકાર રચવાના પ્રશ્ન પર લાંબી વાતચીત કરી. સમજી શકાય કે તેમણે પ્રદેશ ભાજપના નેતાઓને પૂછવામાં આવ્યું કે શું પીડીપીની સાથે સરકાર બનાવવામાં કોઇ સમસ્યા છે.

અમિત શાહ સાથે આજે જમ્મૂ-કાશ્મીરની પ્રદેશ કોર કમિટીના સભ્ય પ્રદેશાધ્યક્ષ જુગલ કિશોર શર્મા, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય શમશેર સિંહ, ધારાસભ્ય ડૉ. નિર્મલ સિંહ, ધારાસભ્ય બાલી ભગત, મહાસચિવ સંગઠન અશોક કૌલ, વરિષ્ઠ નેતા અશોક ખજૂરિયા મળ્યા.

amit-shah

સરકાર રચવા પર નિર્ણય
સૂત્રોએ જણાવ્યું કે અમિત શાહે પ્રદેશ ભાજપની કોર કમિટીના નેતાઓએ દિલ્હી બોલાવ્યા હતા. માનવામાં આવે છે કે આજે યોજાયેલી બેઠક બાદ જમ્મૂ-કાશ્મીરમાં સરકાર રચવા અને ગઠબંધન પર મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકાય છે.

આવનાર નિર્ણય
જાણકારોનું માનવું છે કે પીડીપી અને નેશનલ કોંફ્રેંસની સાથે ભાજપના કેન્દ્રિય નેતાઓની ગઠબંધન પર ચાલી રહેલી ચર્ચા વિશે પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરી કોઇ મહત્વપૂર્ણ નિર્ણય થઇ જશે.

જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 25 સીટો પ્રાપ્ત થઇ છે. પીડીપીને 28, નેશનલ કોંફ્રેંસને 15 અને કોંગ્રેસને 12 સીટો પર જીત મળી છે. અન્યને સાત સીટો પર જીત પ્રાપ્ત થઇ છે. સરકાર બનાવવાને લઇને કોઇપણ પાર્ટી અથવા ગઠબંધનને 44 સીટોની જરૂરિયાત છે.

એવામાં પાર્ટીના નેતા કેન્દ્રિય નેતા રામ માધવ શ્રીનગરમાં પીડીપી અને નેશનલ કોંફ્રેંસ નેતાઓ સાથે ચર્ચા કરી ચૂક્યાં છે. દિલ્હીથી પણ બંને પક્ષોની સાથે ભાજપ નેતા સંપર્કમાં રહ્યાં છે. એવામાં અમિત શાહ પ્રદેશ ભાજપ નેતાઓને કોઇ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવી શકે છે.

English summary
New government likely to be formed soon in Jammu-Kashmir as Amit Shah meets party leaders today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X