For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકોને બેસાડીને ટુ વ્હીલર ચલાવતા હોય તો વાંચી લો આ નિયમ, હેલમેટ સાથે આ વસ્તુઓ પણ છે જરૂરી

પરિવહન મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી એક અધિસૂચનામાં કહેવામાં આવ્યુ છે કે ટુ વ્હીલર ચાલકે બાળકને હેલમેટ પહેરાવવી જરૂરી છે. જાણી લો નવા નિયમો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પરિવહન મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી એક અધિસૂચનામાં કહેવામાં આવ્યુ છે કે ટુ વ્હીલર ચાલકે બાળકને હેલમેટ પહેરાવવી જરૂરી છે. અધિસૂચનામાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પૂરતુ સુરક્ષા કવચ પહેરાવવામાં આવે જેથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. પરિવહન મંત્રાલયે ટુવ્હીલર વાહનો પર બાળકોની સુરક્ષા માટે એક નવો પ્રસ્તાવ આપ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે જો બાઈક પર 4 વર્ષથી નાની ઉંમરનુ બાળક બેઠુ હોય તો તેની ગતિ 40 કિમી/કલાકથી વધુ ન હોવી જોઈએ. આ નિર્ણય બાઈક પર બાળકોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે.

બાળકો માટે સુરક્ષા કવચ

બાળકો માટે સુરક્ષા કવચ

બાળકો માટે સુરક્ષા કવચ એક બનિયાન જેવુ હોય છે જેને પટ્ટીઓની મદદથી બાઈક ચાલક પોતાની કમરે બાંધી શકે છે. આ સુરક્ષા કવચ દૂર્ઘટના સમયે બાળકને ટુવ્હીલર પરથી પડતા બચાવે છે. સુરક્ષા હાર્નેસ વિશે વિસ્તારથી જણાવતા મંત્રાલયે કહ્યુ કે હાર્નેસ એ સુનિશ્ચિત કરશે કે બાળક બાઈક ચાલક સાથે સુરક્ષિત રીતે જોડાયેલુ હોય. માર્ગ પરિવહન મંત્રાલયે પોતાના પ્રસ્તાવ પર હિતધારકો પાસે વાંધા અને સૂચનો પણ માંગ્યા છે.

હેલમેટનો ઉપયોગ અનિવાર્ય

હેલમેટનો ઉપયોગ અનિવાર્ય

ઉલ્લેખનીય છે કે મોટર વાહન અધિનિયમ 1989(Motor Vehicles Act 1989) હેઠળ બાઈક ચાલક સાથે પેસેન્જર યાત્રી માટે પણ હેલમેટનો ઉપયોગ અનિવાર્ય છે. એટલુ જ નહિ હવે દેશમાં આઈએસઆઈ(ISI) માર્કવાળા હેલમેટનો વેચવુ ગુનો ગણાશે. વિશ્વ આરોગ્ય સંગઠન(WHO) મુજબ ભારતમાં 2016માં માર્ગ અકસ્માતમાં 3,00,000 લોકોના મોત થયા જેમાં 40 ટકા સંખ્યા એ ટુવ્હીલરની હતી જેમણએ હેલમેટ નહોતુ પહેર્યુ. આ રીતે 2018માં હેલમેટ ન પહેરનાર વાહન ચાલવા પર લગભગ 43,614 લોકોના મોત થયા.

વાહનોની સ્પીડ પર વિચાર

વાહનોની સ્પીડ પર વિચાર

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર હાઈવે અથવા એક્સપ્રેસ પર વાહનોની સ્પીડ વધારવા પર પણ વિચાર કરી રહી છે. કેન્દ્રીય પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યુ છે કે સરકાર જલ્દી સંસદમાં હાઈવે અને એક્સપ્રેસવે પર સ્પીડ વધારવા માટે સુધારા બિલ રજૂ કરી શકે છે. તેમણે કહ્યુ કે ભારતમાં વાહનોની ગતિ સીમાના પેરામીટર મોટા પડકારોમાંનુ એક છે. ઘણીવાર એ માનવામાં આવે છે કે જો વાહનોની ગતિ સીમા વધારવામાં આવી તો મોટી સંખ્યામાં માર્ગ અકસ્માત થશે. આપણે આ માનસિકતામાંથી બહાર નીકળવાનુ છે જેના માટે અમે પ્રયાસ કરી રહ્યા છે.

વાહનોની સ્પીડ લિમિટ

વાહનોની સ્પીડ લિમિટ

ગડકરીએ કહ્યુ કે હાઈવે અને એક્સપ્રેસવે પર વાહનોની સ્પીડ લિમિટ 140 કિમી/કલાક હોવી જોઈએ. તેમણે જણાવ્યુ કે જ્યાં ચાર લેનવાળા રસ્તા પર ગતિ સીમા કમસે કમ 100 કિમી પ્રતિ કલાક હોવી જોઈએ ત્યાં બે લેનના રસ્તા પર અને શહેરના રસ્તાઓ માટે સ્પીડ લિમિટ 75-80 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે. સ્પીડ લિમિટના સુધારા માટે વહેલી તકે એક બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.

English summary
Ministry of Road proposes the speed limit of a motor cycle with child less than 4 years as pillion to be 40 kmph.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X