For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો માટે વિદેશ મંત્રાલયે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર, આવી રીતે મળશે મદદ

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કાબુલ પર કબજા બાદથી જ અફઘાનના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્થિતિ ખરાબ છે. આ દરમિયાન એર સ્પેસ બંધ હોવાના કારણે પણ મુશ્કેલીઓ વધી ગઈ છે. એવામાં તાલિબાનના ડરમાં રહેલા ભારતીયોની મદ માટે અફઘાનિસ્તાન સ્પેશિયલ સેલની રચના બાદ હવે વિદેશ મંત્રાલયે લોકોને નવા હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરવાનો આગ્રહ કર્યો છે.

અરિંદમ બાગચીએ આપી માહિતી

અરિંદમ બાગચીએ આપી માહિતી

વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઈન નંબરોને ટ્વિટમાં શેર કરીને અફઘાનમાં ફસાયેલા ભારતીયોને મદદ માટે સંપર્ક કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે લખ્યુ - અફઘાનિસ્તાનમાં બધા ભારતીય નાગરિકોને મદદ માટે વિશેષ અફઘાનિસ્તાન સેલનો સંપર્ક કરવાની જરૂર છે. જો તમે પહેલા સંપર્ક ન કર્યો હોય તો અહીં કૉન્ટેક્ટ ડિટેઈલ આપવામાં આવી છે તેના પર સંપર્ક કરી શકો છો.

નવા હેલ્પલાઈન નંબર કર્યા જાહેર

તમને જણાવી દઈએ કે અરિંદમ બાગચીએ એક અન્ય ટ્વિટમાં ઘણા ફોન નંબર, વૉટ્સએપ નંબર અને એક ઈમેલ આઈડી શેર કર્યુ છે જેના પર અફઘાનિસ્તાનથી મદદ માટે ભારતીય નાગરિકો સંપર્ક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે તાલિબાનની વાપસી બાદથી અફઘાનિસ્તાનના સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઘણા ભારતીય નાગરિકો હજુ પણ ત્યાં ફસાયેલા છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને ભારત લાવવામાં આવ્યા છે.

વિમાનોને કાબુલ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરીની રાહ

વિમાનોને કાબુલ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરીની રાહ

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને બહાર લાવવાનુ અભિયાન યુદ્ધના ધોરણે ચાલુ છે. જો કે આ અભિયાનમાં ભારતીય વાયુસેનાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરીની કલાકો સુધી રાહ જોવી પડી.

English summary
New helpline numbers for Indians stranded in Afghanistan issued by Ministry of External Affairs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X