ખુશીના કારણે સહી કરવાનું ભૂલી ગયા નવા મંત્રી

polika balram naik
નવીદિલ્હી, 28 ઑક્ટોબરઃકેન્દ્રની યુપીએ સરકાર દ્વારા રવિવારે કેબિનેટમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક યુવા ચહેરાઓને મંત્રી પદ સોંપવામાં આવી રહ્યું છે. કેબિનેટમા સ્થાન મળ્યા બાદ ક્યારેક નેતાઓ ખુશીમાં એટલા ડુબી જાય છે કે સપથ ગ્રહણ કર્યા પછી કાગળો પર સહી કરવાનું ભૂલી જાય છે. આવું જ આજના નવા મંત્રીમંડળની રચના વખતે જોવા મળ્યું છે.

પોરિકા નાઇક બલરામ રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા પછી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ત્યાં ઉપસ્થિત અન્ય લોકોને મળવા માટે જતા રહ્યાં અને કાગળો પર સહી કરવાનું ભૂલી ગયા. ત્યાર બાદ એક અધિકારીએ તેમને કાગળ પર સહી કરવાનું યાદ અપાવ્યું હતું.

નાઇક આંધ્ર પ્રદેશના મહબૂબાબાદથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભામાં સાંસદ બન્યા છે. તે આંધ્ર પ્રદેશમાં જનજાતીય સંગઠનોના ઉત્થાનનું કામ ઘણા લાંબા સમયથી કરી રહ્યાં છે. તેમણે રાજ્યમાં વૃદ્ધાશ્રમ પણ સ્થાપિત કર્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X