For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝેરીલો સાપ કરડાવીને દેશમાં હત્યાનો નવો ટ્રેન્ડ એમ કહીને સુપ્રીમ કોર્ટે આરોપીના જામીન કર્યા નામંજૂર

સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ઝેરીલો સાપ ડસવાથી દેશમાં હત્યાનો એક નવો ટ્રેન્ડ બની ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ઝેરીલો સાપ ડસવાથી દેશમાં હત્યાનો એક નવો ટ્રેન્ડ બની ગયો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે(6 ઓક્ટોબર) સાપ કરડવાથી એક મહિલાના થયેલા મોત પર સુનાવણી કરીને આરોપીને જામીન આપવાનો ઈનકાર કરી દીધો. આરોપી પર આરોપ છે કે તેણે દોસ્તો સાથે મળીને સાપ કરડાવીને એક મહિલાની હત્યા કરાવી દીધી છે અને તેને મોતનુ નામ આપી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એનવી રમના, જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ હીમા કોહલીએ રાજસ્થાનના આ કેસ પર સુનાવણી કરીને આરોપીને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે અને કહ્યુ છે કે સાપના કરડાવાથી હત્યાનુ આ દેશમાં નવુ ચલણ છે.

snake

સુપ્રીમ કોર્ટે કહ્યુ - રાજસ્થાનમાં થઈ ગયુ છે સામાન્ય ચલણ

સુનાવણી દરમિયાન જસ્ટીસ સૂર્યકાંતે કહ્યુ, 'આ એક નવુ ચલણ છે કે લોકો સપેરા પાસેથી ઝેરીલો સાપ લાવે છે અને સાપના કરડાવાથી એક વ્યક્તિને મારી દે છે. ખાસ કરીને આ હવે રાજસ્થાનમાં સામાન્ય થતુ જઈ રહ્યુ છે.' આરોપી કૃષ્ણ કુમાર તરફથી વ્યવસાયે વકીલ આદિત્ય ચૌધરીએ કહ્યુ, 'આરોપી સામે કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી.'

દોસ્ત સાથે સાપ ખરીદવા સપેરા પાસે ગયો હતો આરોપી

આરોપી કૃષ્ણ કુમાર પર આરોપ છે કે આરોપી પોતાના દોસ્ત સાથે સપેરા પાસે ગયો હતો અને 10,000 રૂપિયામાં એક સાપ ખરીદ્યો હતો. પછી ખૂબ પ્લાનિંગ સાથે મહિલાની હત્યા કરાવી દીધા. આરોપી કૃષ્ણ કુમારના વીકલ આદિત્ય ચૌધરીએ તર્ક આપ્યો કે તેમના ક્લાયન્ટને ખબર નહોતી કે તેનો દોસ્ત સાપ કે ઝેર કેમ ખરીદી રહ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે તેનો ઉપયોગ દવાઓ બનાવવવા માટે કરવામાં આવશે. વકીલે દલીલ આપી કે કૃષ્ણ કુમાર સાપને લઈને મહિલાના ઘરે પણ નહોતા ગયા. તેમણે કહ્યુ કે આરોપી એન્જિનિયરીંગનો છાત્ર છે અને તેને તેના ભવિષ્ય માટે જામીન આપી દેવી જોઈએ.

2019માં આ કેસ આવ્યો હતો ચર્ચામાં

તમને જણાવી દઈએ કે આ ઘટના 2019માં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે રાજસ્થનના ઝુંઝુનુ જિલ્લાના એક ગામમાં એક મહિલાને તેની વહુએ સાપ કરડાવીને મારી નાખી હતી. આરોપ હતો કે વહુ અલ્પનાનો જયપુરના નિવાસી મનીષ સાથે લગ્નેત્તર સંબંધ હતો. અલ્પના અને તેની સાસુ સુબોધ દેવી એક સાથે રહેતા હતા અને અલ્પનાના પતિ અને દિયર સેનામાં છે અને પોતાના વ્યવસાયના કારણે દૂર રહેતા હતા.

English summary
New trend of snake bite murders says Supreme Court and denies bail to accused
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X