• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today's News: મોદી સાથે મિત્રતા કરવા માટે આતુર છે અમેરિકા!

|

નવી દિલ્હી, 10 જૂન: દક્ષિણ અને મધ્ય એશિયાઇ મામલા માટે અમેરિકાના ઉપ વિદેશ મંત્રી નિશા દેસાઇ બિસ્વાલે જણાવ્યું કે ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મિત્રતા કરવા માટે અમેરિકા ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે મોદી ભારતીયોની આશા અને અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

બિસ્વાલે જણાવ્યું કે અમેરિકા અવસર અને નવી સરકારની સાથે ભાગીદારીને લઇને અત્યંત ઉત્સુક છે, કારણ કે અમે મોદીના પક્ષમાં મળેલા જનાદેશની ગૂંજ સાંભળી રહ્યા છીએ. તેઓ ભારતીય જનતાની આશાઓ અને આકાંક્ષાઓના પ્રતીક બનીને સામે આવ્યા છે.

બિસ્વાલે જણાવ્યું કે ભારતની તે આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અમેરિકા તેનો ભાગીદાર બનવા માગે છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ બરાક ઓબામા મોદીને મળવા માટે આતુર છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2002ના ગુજરાત રમખાણોનો હવાલો આપતા ગુજરાતના મુખ્યમંત્રી રહેતા નરેન્દ્ર મોદીને અમેરિકા દરેક વખતે વિઝા આપવાની મનાઇ કરતો રહ્યું હતું.

વધુ સમાચાર જોવા માટે જોતા રહો સ્લાઇડર...

ગરમી બનશે વેરણ, મોડો આવશે મેહુલીયો!

ગરમી બનશે વેરણ, મોડો આવશે મેહુલીયો!

તપતી ગરમીમાં શેકાઇ રહેલા ઉત્તર ભારતીયો માટે માઠા સમાચાર આવ્યા છે. વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રીએ જણાવ્યું કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે વરસાદ મોડો આવવાનો છે. તેમજ આ વખતનો વરસાદ નબળો રહેશે એવી સંભાવના છે.

દિલ્હીમાં વીજકાપ, લોકોનું પ્રદર્શન

દિલ્હીમાં વીજકાપ, લોકોનું પ્રદર્શન

દિલ્હીના લોકો વીજકાપથી હાલાકી ભોગવી રહ્યા છે. જેને લઇને લોકો પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં ગરમીની મારથી લોકોમાં હાહાકાર મચ્યો છે જ્યારે વીજ અધિકારીઓનું કહેવું છેકે વીજળી સંકટ હજી 20 દિવસ રહેશે.

ઓબામા મોદીને મળવા આતુર છે

ઓબામા મોદીને મળવા આતુર છે

અમેરિકાના ઉપ વિદેશ મંત્રી નિશા દેસાઇ બિસ્વાલે જણાવ્યું કે ભારતની તે આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અમેરિકા તેનો ભાગીદાર બનવા માગે છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ બરાક ઓબામા મોદીને મળવા માટે આતુર છે.

આખરે કેમ્પા કોલાવાસીઓએ મકાન ખાલી કરવું જ પડશે

આખરે કેમ્પા કોલાવાસીઓએ મકાન ખાલી કરવું જ પડશે

મુંબઇના વર્લી વિસ્તારના કેમ્પા કોલા કંપાઉન્ડમાં રહેનારા લોકોની સઘળી આશાઓ તૂટતી દેખાઇ રહી છે. સુપ્રીમ કોર્ટે તેમને કોઇ રાહત આપી નથી અને મુખ્યમંત્રીએ પણ પોતાના હાથ અધ્ધર કરી લીધા છે. બીએમસીએ સોમવારે પોતાની છેલ્લી નોટીસ જારી કરીને રહેવાસીઓને પોતાના મકાન ખાલી કરવા જણાવ્યું છે.

આસારામ સામે બળવો કરનાર અમૃત પ્રજાપતિનું મોત

આસારામ સામે બળવો કરનાર અમૃત પ્રજાપતિનું મોત

આસારામ સામે બળવો કરીને તેમની પોલ ખોલી પુરાવો આપનાર વૈદ્ય અમૃત પ્રજાપતિનું આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ પહેલા રાજકોટમાં તેમની ઉપર ગોળીબાર કરી તેમની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યાર બાદ તેમને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોંગ્રેસ અને આપમાં મોદી ભય...

કોંગ્રેસ અને આપમાં મોદી ભય...

લોકસભા ચૂંટણીમાં ભાજપના હાથે મળેલી કરારી હાર બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક વાર ફરી દિલ્હીમાં ગઠજોડની સરકાર રચવાને લઇને વાતચીત શરૂ કરી દીધી છે. આ પ્રકારના સમાચાર અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે આપ્યા છે. અખબારે લખ્યુ છે કે છેલ્લા એક અઠવાડીયામાં કોંગ્રેસના વિધાયકોએ આપના એક સીનિયર નેતા સાથે મુલાકાત કરી, જેણે વિધાયકોને પોતાના પાર્ટી નેતૃત્વ પર આપ સરકારને સમર્થન આપવા માટે દબાણ બનાવવા કહ્યું છે.

પાકિસ્તાનામાં ફરી આતંકી હુમલો

પાકિસ્તાનામાં ફરી આતંકી હુમલો

પાકિસ્તાન આજે ફરીથી આતંકવાદી હુમલાને કારણે ધણધણી ઉઠ્યું છે. રવિવારે રાત્રે પાકિસ્તાનના કરાંચી શહેરમાં આવેલા જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ આજે ફરીથી આતંકી હુમલો કરવામાં આવ્યો છે. આજે કરાંચીમાં આવેલા ASF (આર્મી સિક્યુરિટી ફોર્સ) કેમ્પને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે.

સુરતમાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો, બેના મોત

સુરતમાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો, બેના મોત

આજે સુરત શહેરમાં નિર્માણાધિન અઠવાલાઇન્સ બ્રીજનો એક ભાગ તૂટી પડતા બે લોકોના મોત થયા છે. જ્યારે બીજા પાંચ મજૂરો દટાયા હોવાની ભીતી સેવાઇ રહી છે. આજે સવારે આઠ વાગ્યાના સુમારે ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્તાં પાંચેક મજૂરો દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. અંદાજે 600 ટન વજનનો બ્રિજનો ભાગ ઘડાકાભેર તૂટી પડ્યો હતો. ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.

રાજ્ય સભામાં વિફરી 'માયા'

રાજ્ય સભામાં વિફરી 'માયા'

આજે રાજ્યસભામાં માયાવતી અને તેમના સાંસદોએ ભારે ધમાલ મચાવી હતી, માયાવતીએ બદાયૂં બળાત્કાર-હત્યા કેસના પગલે ઉત્તર પ્રદેશ સરકારને બરખાસ્ત કરવાની માગ કરી હતી.

સાંસદ પહોંચ્યા મીથુન દા

સાંસદ પહોંચ્યા મીથુન દા

અભિનેતા અને ટીએમસી તરફથી રાજ્યસભાના સાંસદ મીથુનદા આજે રાજ્યસભામાં આવ્યા હતા.

મોદી મળ્યા ઓડીશાના ગવર્વનરને

મોદી મળ્યા ઓડીશાના ગવર્વનરને

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડીશાના રાજ્યપાલને મળ્યા

દિલીપ કુમાર

દિલીપ કુમાર

દિલીપ કુમારની આત્મકથાના અનાવરણ સમયે ધર્મેન્દ્ર તેમને મળ્યા હતા.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

દિલપ કુમારની આત્મકથાના અનાવરણ સમયે માધુરી તેના પતિ સાથે આવી હતી.

પિયુષ ગોયેલ આપશે ઊર્જા

પિયુષ ગોયેલ આપશે ઊર્જા

ઉર્જા મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું કે હાલમાં દિલ્હીવાસીઓને જે વીજસંકટ આવ્યો છે તે ગત સરકારના પ્રતાપે છે તેને અમે 10 દિવસમાં સુધારી દઇશું અને દિલ્હીમાં પ્રકાશ ફેલાવીશું.

English summary
News of 10th June: Barack Obama curious to meet PM Narendra Modi and other news see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more