For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

June 20: ઇરાકમાં ભારતીયો પર સંકટના મુદ્દે સોનીયાએ લખ્યો PMને પત્ર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જૂન: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઇરાક સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે ઇરાક મુદ્દા પર સરકાર જે પુણ નિર્ણય લે છે, કોંગ્રેસ તેની સાથે છે. કોંગ્રેસે આ પત્ર ઉપરાંત સરકાર પર આ મામલે નિષ્ફળ જવાનો પણ આરોપ લગાવ્યો છે.

મોદીને લખેલા પત્રમાં સોનિયા ગાંધીએ સરકારને હર સંભવ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. અત્રે નોંધનીય છે કે ઇરાકના મોસુલમાં 40 ભારતીય લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા છે. તેમણે પત્રમાં અપહરણ થયેલા ભારતીય લોકોને જલદી મુક્ત કરાવવા માટે યોગ્ય પગલા ભરવા જણાવ્યું છે.

જ્યારે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું કે મને આશા છે કે સરકાર તમામ પગલા ભરશે પરંતુ સરકાર અત્રે ફેઇલ થઇ ગઇ છે કે અને પરિસ્થિતિઓનું અંદાજીકરણ કરવામાં નિષ્ફળ રહી છે. ઇરાકમાં ફસાયેલા ભારતીય લોકોને પહેલા જ બહાર લાવવા જોઇતા હતા, જેમ કે અમેરિકાએ કર્યું. એનડીએ સરકારમાં પહેલા કંદહાર અપહરણ કેસ થાય છે જ્યાં આપણા લોકોનું અપહરણ કરી લેવામાં આવે છે બીજી બાજું હવે મોસુલમાં ભારતીયોનું અપહરણ થયું છે.

અત્રે બીજા સમાચાર એ પણ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ફરી એક વખત ઇરાકને આ સંકટમાંથી બહાર લાવવા માટે મદદ કરવાની હામી ભરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું કે ઇરાકમાં ચાલી રહેલી ઉથલ-પાથલ પર અમેરિકાની બાજ નજર છે. રાષ્ટ્રપતિ ઓબામાએ પોતાના નિવેદનમાં એ સ્પષ્ટ કરી દીધું કે અમેરિકા ઇરાકમાં સેન્ય કાર્યવાહી કરવા તૈયાર નથી કારણ તે એનો આંતરિક મામલો છે. પરંતુ જરૂર પડી તો તેઓ ટાર્ગેટેડ હુમલા ચોક્કસ કરી શકે છે.

સોનીયાએ લખ્યો વડાપ્રધાનને પત્ર

સોનીયાએ લખ્યો વડાપ્રધાનને પત્ર

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઇરાક સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે ઇરાક મુદ્દા પર સરકાર જે પુણ નિર્ણય લે છે, કોંગ્રેસ તેની સાથે છે. કોંગ્રેસે આ પત્ર ઉપરાંત સરકાર પર આ મામલે નિષ્ફળ જવાનો પણ આરોપ લગાવ્યો છે.

Read More:

ઇરાકમાં બનેલી પરિસ્થિતિ ઇરાકનો આંતરિક મામલો

ઇરાકમાં બનેલી પરિસ્થિતિ ઇરાકનો આંતરિક મામલો

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું કે ઇરાકમાં ચાલી રહેલી ઉથલ-પાથલ પર અમેરિકાની બાજ નજર છે. રાષ્ટ્રપતિ ઓબામાએ પોતાના નિવેદનમાં એ સ્પષ્ટ કરી દીધું કે અમેરિકા ઇરાકમાં સેન્ય કાર્યવાહી કરવા તૈયાર નથી કારણ તે એનો આંતરિક મામલો છે. પરંતુ જરૂર પડી તો તેઓ ટાર્ગેટેડ હુમલા ચોક્કસ કરી શકે છે.

ઇરાક: એક ભારતીય બચીને નીકળી આવ્યો

ઇરાક: એક ભારતીય બચીને નીકળી આવ્યો

ઇરાકના મોસુલમાં અપરહરણ કરાયેલા 40 ભારતીયો સાથે જોડાયેલ મહત્વના સમાચાર આવ્યા છે. અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સ અનુસાર આતંકવાદીઓએ જે 40 ભારતીયોનું અપહરણ કર્યું હતું તેમાંથી એક હેમખેમ રીતે તેમના ચુંગાલમાંથી નાસી છૂટવા સફળ રહ્યો છે, જેના કારણે બાકી પણ સુરક્ષીત પાછા ફરવાની આશા વધી ગઇ છે.

કેમ્પાકોલા પહોંચી બીએમસીની ટીમ

કેમ્પાકોલા પહોંચી બીએમસીની ટીમ

આજે કેમ્પાકોલા સોસાયટી ખાલી કરવાનો છેલ્લો દિવસ હતો. બીએમસીની ટીમ અત્રે પહોંચી ગઇ છે અને પાણીનું અને વીજળીનું કનેક્શન કાપી રહ્યા છે. તેમજ ઇમારતને તોડી પાડવાની કવાયત શરૂ કરી દેવાઇ છે. જોકે રહીશોના વિરોધના પગલે પોલીસ સાથે તેમનું ઘર્ષણ થઇ રહ્યું છે.

ફૂટબોલ ફેન્સ

ફૂટબોલ ફેન્સ

જાપાનની ટીમને એનકરેજ કરતા ફૂટબોલ ફેન્સ.

ઊર્જા મંત્રી અને અંબાણીની મુલાકાત

ઊર્જા મંત્રી અને અંબાણીની મુલાકાત

પાવર પ્રોડ્યુસર્સના એસોસિએશન સાથેની બેઠકમાં ઊર્જા મંત્રી અનીલ અંબાણીને મળ્યા હતા.

પાવર પ્રોડ્યુસર્સના એસોસિએશનની બેઠક

પાવર પ્રોડ્યુસર્સના એસોસિએશનની બેઠક

પાવર પ્રોડ્યુસર્સના એસોસિએશન સાથેની બેઠકમાં ઊર્જા મંત્રી પિયુષ ગોયેલ અનીલ અંબાણી, ગૌતમ અદાણી અરૂપ રોય સાથે મુલાકાત કરી હતી.

પટિયાલામાં અકસ્માત

પટિયાલામાં અકસ્માત

પંજાબના પટિયાલામાં બે કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો.

સ્વાસ્થ્ય મંત્રીની ચાંપતી નજર

સ્વાસ્થ્ય મંત્રીની ચાંપતી નજર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી. આ કેમ્પ દિલ્હી ખાતે સ્વાસ્થ્ય મંત્રાલાય દ્વારા યોજવામાં આવ્યો હતો.

મોદીને મળ્યા નાગાલેન્ડના રાજ્યપાલ

મોદીને મળ્યા નાગાલેન્ડના રાજ્યપાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નાગાલેન્ડના રાજ્યપાલ અશ્વિની કુમારે મુલાકાત કરી હતી.

ઓમર સાથે રાજનાથ સિંહ

ઓમર સાથે રાજનાથ સિંહ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મળ્યા હતા.

અલ્હાબાદમાં વિરોધ

અલ્હાબાદમાં વિરોધ

અલ્હાબાદમાં વિદ્યાર્થીઓએ યુપીપીએસસીની પરીક્ષામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવી વિરોધ કર્યો હતો અને સીબીઆઇ તપાસની માગ કરી હતી.

English summary
News Of June 20: Sonia Gandhi sent letter to PM to save Indian in Iraq, and other news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X