News Of the Day: શત્રુઘ્નનો મોદી વિરોધ, સ્મૃતિની દરિયાદીલી
નવી દિલ્હી, 31 મે: દેશમાં નવી સરકાર હમણા હમણા રચાઇ છે. દેશના લોકોને મોદી સરકાર પાસે ઘણી આશાઓ અને અપેક્ષાઓ છે. જોકે મોદીના આવતા જ કેટલીંક ઘટનાઓ એવી સર્જાઇ ગઇ કે જેનાથી મોદી પર સવાલો ઉઠવા લાગ્યા છે. જેમાં સ્મૃતિ ઇરાનીની પર લાગે ઓછા ભણતરના આરોપનો સમાવેશ પણ થાય છે. જ્યારે મોદીના પાકિસ્તાન સાથેના સંબંધોનો પણ સમાવેશ થાય છે. દિલ્હી યુનિવર્સિટીના કર્મચારીઓએ સ્મૃતિ ઇરાનીના ભણતર અંગેની માહીતી લિક કરી હતી તેમને ડીન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, સ્મૃતિ ઇરાનીએ આજે ટ્વિટ કરીને એવું જણાવ્યું કે દિલ્હી યુનિવર્સિટી કર્મચારીઓનું સસ્પેન્સન પરત લે.
આવો નજર કરીએ દિવસભરના સમાચારો પર...

શત્રુઘ્ન સિન્હાનો મોદી વિરોધ
ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હાએ નરેન્દ્ર મોદીના એ સૂચન સાથે અસહમતી દર્શાવી છે જેમાં મોદીએ જણાવ્યું છે કે '75 વર્ષથી વધારે વયના નેતાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ ના કરવા જોઇએ.' શત્રુઘ્ન સિન્હાએ મોદીના આ વિચારની ટીકા કરતા જણાવ્યું કે પાર્ટીમાં કોઇ કારણ સર દિગ્ગજ નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરાયા નથી. શત્રુઘ્નએ જણાવ્યું કે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની યોગ્યતા ભૂલવી જોઇએ નહીં.

મોદી વિધાનસભાની ચૂંટણી તૈયારીમાં લાગ્યા
નરેન્દ્ર મોદીએ આજે ભાજપના મહાસચિવો સાથે કરેલી બેઠકમાં આગામી દિવસોમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર ફોકસ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મોદીનો પ્લાન હરિયાણા અને મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસ સરકારને ઊખાડી ફેંકવાનો છે. દિલ્હીમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

એસપીજી ડાયરેક્ટરને પ્રિયંકાની ચિઠ્ઠી
રોબર્ટ વાઢેરાને એસપીજીની સુરક્ષાને લઇને પ્રિયંકા ગાંધીએ એસપીજી ડાયરેક્ટરને એક પત્ર લખ્યો છે, અને તેમાં જણાવ્યું છે કે મારા પરીવાર માટે કોઇ વીઆઇપી સુરક્ષા માંગવામાં આવી ન્હોતી. ચિઠ્ઠીમાં તેમણે બાળકો અને રોબર્ટ વાઢેરાને એરપોર્ટ પર મળી રહેલી વીઆઇપી સ્ટેટસને પરત લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

સ્મૃતિની દરિયાદીલી
નવનિયુક્ત એચઆરડી સ્મૃતિ ઇરાનીએ આજે દરિયાદીલી બતાવી છે. દિલ્હી યુનિવર્સિટીના કર્મચારીઓએ સ્મૃતિ ઇરાનીના ભણતર અંગેની માહીતી લિક કરી હતી તેમને ડીન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, સ્મૃતિ ઇરાનીએ આજે ટ્વિટ કરીને એવું જણાવ્યું કે દિલ્હી યુનિવર્સિટી કર્મચારીઓનું સસ્પેન્સન પરત લેવાની વિનંતી કરી છે.

રાહુલ ગાંધી બદાયૂમાં
રાહુલ ગાંધીએ આજે બદાયૂમાં ગેંગરેપ પીડિતાના પરિવારજનોની મુલાકાત કરી હતી. બાદમાં મીડિયાને જણાવ્યું હતું કે વળતર નહીં ન્યાય જોઇએ. આ ઉપરાંત રાહુલે આ કેસમાં સીબીઆઇની તપાસ બેસાડવાની માંગ કરી હતી.

આપને બીજો ઝટકો
આમ આદમી પાર્ટીમાંથી યોગેન્દ્ર યાદવે તમામ પદો પરથી રાજીનામુ આપી દીધું છે. હજી સુધી કારણની ચર્ચા કરી નથી. શાજીયા ઇલ્મી બાદ આપને આ બીજો ઝટકો છે.

એનડીએમાં સામેલ થઇ શકે છે જયલલિતા
એવા સંકેત મળી રહ્યા છે કે જયલલિતા એનડીએમાં ભળી જાય. હજી તો મોદી અને તેમની મુલાકાત થઇ નથી એ પહેલા આવા સંકેતો મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
