NEWS18 Mega Opinion Poll: બિહારમાં આ વખતે પણ ભાજપ બાજી મારશે
News18 Mega Opinion Poll: લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા જલદી જ થશે. એવામમાં બદાની જનર 2024ની લોકસભામાં નરેન્દ્ર મોદીનો જાદૂ ચાલશે અને ભાજપની આગેવાની વાળી સરકાર બનશે કે નહીં તે જોવા આતૂર છે. ત્યારે ચૂંટણી પહેલાં ન્યૂજ 18 એ મેગા ઓપિનિયન પોલ જાહેર કર્યો છે.

ન્યૂજ 18 ના આ ઓપિનિયન પોલમાં બિહારથી ચોંકાવનારાં પરિણામો સામે આવ્યાં છે. બિહારમાં સંપૂર્ણ રીતે આ વખતે એનડીએ એટલે કે ભાજપ અને જેડીયૂની આગેવાની વાળું ગઠબંધન લીડ કરી રહ્યું છે કારણ કે બિહારની 40માંથી 38 સીટ પર આ વખતે પણ એનડીએ જીત મેળવી રહ્યું છે.
જો કે ગત વખતનો આંકડો 39 હતો અને મહાગઠબંધનના ખાતામાં 2019ની ચૂંટણીમાં માત્ર 1 સીટ આવી હતી. બિહારની વાત કરીએ તો મધ્ય બિહારથી જ્યાં લોકસભા ચૂંટણીની કુલ 8 સીટ છે તેમાં એનડીએના ખાતામાં 7 સીટ જઈ રહી છે જ્યારે એક સીટ ઈન્ડિયા અલાયન્સને મળી રહી છે. બીજી તરફ બિહારના પૂર્વી વિસ્તારમાં 6માંથી 5 સીટ એનડીએને જ્યારે એક સીટ ઈન્ડિયા અલાયન્સને મળી રહી છે.
આ ઉપરાંત બિહારના પૂર્વી વિસ્તારમાં 6માંથી 5 સીટ એનડીએને જ્યારે એક ઈન્ડિયા અલાયન્સને મળી રહી છે. બીજી તરફ બિહારના ત્રણ અન્ય ક્ષેત્ર - ઉત્તરી, દક્ષિણી અને પશ્ચિમીમાં સંપૂર્ણપણે એનડીએ લીડ કરી રહ્યું છે. ઉત્તરની 12માંથી 12 સીટ એનડીએ ગઠબંધનને મળી રહી છે જ્યારે દક્ષિણની પાંચમાંથી પાંચ સીટ એનડીએ પાસે છે. જ્યારે પશ્ચિમી ક્ષેત્રમાં પણ 9માંથી 9 સીટ એનડીએ ગઠબંધન પાસે છે.
આવી રીતે બિહારમાં ત્રણ એવા વિસ્તારો છે જ્યાં સંપૂર્ણ રીતે ઈન્ડિયા ગઠબંધનના સુપડાં સાફ થતાં જોવા મળી રહ્યાં છે અને એનડીએ પ્રચંડ જીત હાંસલ કરતી જોવા મળી રહી છે. આ મેગા ઓપિનિયન પોલમાં દેશના 21 રાજ્યોના આંકડા એકઠા કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
