News18 Mega Opinion Poll: હરિયાણામાં NDAને બંપર જીતનું અનુમાન
News18 Mega Opinion Poll: લોકસભા ચૂંટણી 2024 પહેલાં ન્યૂઝ 18 નેવર્કે મહાસર્વે કર્યો હતો. જેમાં હરિયાણામાં એનડીએને બંપર જીત મળવાનું અનુમાન જતાવાયું છે. ન્યૂઝ 18ના ઓપિનિયન પોલમાં ભાજપની આગેવાની વાળા એનડીએને હરિયાણામાં 10માંથી 10 સીટ પર જીત મળવાની સંભાવના છે. રાજ્યમાં ઈન્ડી ગઠબંધન એક પણ સીટ નથી મેળવી રહી. હરિયાણામાં લોકસભાની કુલ 10 સીટ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તમામ સીટ પર જીત્યું હતું.

જો વાત ટકાવારીની કરીએ તો 2019માં ભાજપને 58% વોટ મળ્યા હતા જ્યારે આ વખતે ભાજપને 4 ટકા વોટ વધુ મળતા જણાઈ રહ્યા છે. એનડીએને આગામી લોકસભા ચૂંટણીમાં 65% વોટ મળવાની સંભાવના છે. I.N.D.I.A ને 29% વોટ જ મળતા હોવાનું અનુમાન જતાવાયું છે. અન્યને 09% વોટ મળવાની સંભાવના જતાવાઈ છે. કોંગ્રેસને 2019માં 29 ટકા વોટ મળ્યા હતા.












Click it and Unblock the Notifications
