For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 6-8 અઠવાડિયાં અતિ મહત્વના, સાવધાની રાખશું તો કોરોનાના કેસ ઘટશેઃ રણદીપ ગુલેરિયા

આગામી 6-8 અઠવાડિયાં અતિ મહત્વના, સાવધાની રાખશું તો કોરોનાના કેસ ઘટશેઃ રણદીપ ગુલેરિયા

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસના કેસમાં બે દિવસ ઘટાડો થયા બાદ ફરી એકવાર પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે, જે બાદ મહામારીની ત્રીજી લહેરની આશંકા વધવા લાગી છે. સોમવાર-મંગળવારે જ્યાં કોરોનાના દૈનિક મામલાની સંખ્યા 20 હજારથી નીચે પહોંચી ગઈ હતી ત્યાં જ ગુરુવારે આ આંકડા ફરીથી 26 હજારની ઉપર પહોંચી ગયા. આ દરમિયાન દિલ્હી સ્થિત એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે તહેવારોની સીઝનમાં કોરોનાવાયરસના ખતરાથી બચવા માટે લોકોએ વિશેષ રૂપે સાવચેતી રાખવાની જરૂરત છે.

randeep gularia

શુક્રવારે મીડિયા સાથે વાત કરતાં ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, 'તહેવારની સીઝન દરમિયાન સાર્વજનિક જગ્યાએ ભીડ વધે છે, માટે આપણે લોકોએ વધુ સતર્ક રહેવાની જરૂરત છે. જો આપણે બધા માત્ર આગામી 6થી 8 અઠવાડિયા સાવધાન રહેશું તો આગામી સમયમાં આપણે કોરોનાવાયરસના કેસમાં મોટા પાયે ગિરાવટ જોઈ શકશું.'

દિલ્હીમાં જાહેર જગ્યાએ છઠ ઉજવવા પર પ્રતિબંધ

આ ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ચેતવણી આપતાં કહ્યું કે તહેવારની સીઝન દરમિયાન લાપરવાહી ભારે પડી શકે છે. કોરોનાવાયરસના હાલાતને જોતાં દિલ્હીમાં આ વખતે સાર્વજનિક રીતે છઠનો તહેવાર ઉજવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગુરુવારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએ આ મામલે ગાઈડલાઈન જાહેર કરતાં લોકોને કોરોનાવાયરસથી બચાવ માટે છઠનો તહેવાર પોતાના ઘરે જ મનાવવાની અપીલ કરી છે.

કેરળમાં હજી પણ ચિંતાજનક હાલત

જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હી સહિત મોટાભાગના રાજ્યોમાં કોરોનાવાયરસના દૈનિક મામલામાં ગિરાવટ આવી છે, પરંતુ કેરળ હજી પણ કોરોનાવાયરસની ગંભીર ચપેટમાં આવી ગયું છે. શુક્રવારે દેશમાં મળેલા કોરોનાવાયરસના કુલ 26727 દર્દીઓ અને 227 મોદમાંથી 15914 કેસ અને 122 મોત એકલા કેરળમાં નોંધાયાં છે.

જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોના કંટ્રોલમાં આવી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ હાલ ગુજરાતમાં કોરોનાવાયરસના કુલ 158 એક્ટિવ કેસ છે અને 1590 લોકો ક્વોરેન્ટાઈનમાં છે.

જો કે આગામી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી લગ્નની સિઝન હોવાથી આગામી સમય ગુજરાત માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે. ત્યારે લગ્નની સિઝનમાં ગુજરાતમાં ફરી કોરોનાવાયરસ ફેલાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ દરમિયાન કોરોનાવાયરસની ત્રીજી લહેર પણ શરૂ થઈ શકે છે.

English summary
next 6-8 weeks are very important to stop spreading coronavirus: randeep guleria
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X