પાકિસ્તાન-ખાલિસ્તાની સમર્થક 12 આરોપીઓ વિરૂદ્ધ સકંજો કસાયો, NIA એ ચાર્જશીટ દાખલ કરી
NIA એ 12 આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની તરફી સંગઠનો અને ષડયંત્રકારો સાથેના સંબંધો મળી આવ્યા હોવાનો ઉલ્લેખ છે.

નવી દિલ્હી : એક તરફ ખાલિસ્તાની સમર્થકો સક્રિય થતા પંજાબમાં હંગામાનો માહોલ છે ત્યારે હવે NIA એ 12 આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની તરફી સંગઠનો અને ષડયંત્રકારો સાથેના સંબંધો મળી આવ્યા હોવાનો ઉલ્લેખ છે.
ખાલિસ્તાન સમર્થક સંગઠન વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા પંજાબ સરકારે નેશનલ સિક્યુરિટી એક્ટ એટલે કે NSA લગાવ્યો છે. આ કાયદાના અમલ બાદ સરકાર હવે વધુ કડક કાર્યવાહી કરશે. ખાલિસ્તાની ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા અને પંજાબમાં વાતાવરણ બગાડવા બદલ અમૃતપાલ સિંહ પર કાર્યવાહી કરવા પોલીસ તેની શોધ કરી રહી છે. અમૃતપાલ હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી.
અમૃતપાલ સિંહના પિતા તરસેમ સિંહે આરોપ લગાવ્યો કે તેના પુત્રની પોલીસે અટકાયત કરી છે. તેને ડર છે કે તેના પુત્રનું એન્કાઉન્ટર કરાશે. આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા છે. અમૃતપાલ અને તેના સમર્થકો સામે પોલીસ ચોકી પર હુમલો કરવા અને કેટલાક પોલીસકર્મીઓને ઘાયલ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેના વાહનમાંથી મળી આવેલા હથિયાર અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.












Click it and Unblock the Notifications
