For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના વધતા મામલા વચ્ચે મહારાષ્ટ્રમાં રવિવારથી નાઈટ કર્ફ્યૂ લાગશે, રાત્રે 8 વાગ્યે બંધ થઈ જશે મૉલ્સ

કોરોનાના વધતા મામલા વચ્ચે મહારાષ્ટ્રમાં રવિવારથી નાઈટ કર્ફ્યૂ લાગશે, રાત્રે 8 વાગ્યે બંધ થઈ જશે મૉલ્સ

|
Google Oneindia Gujarati News

Maharashtra Coronavirus News: સતત વધી રહેલા કોરોનાવાયરસના મામલાઓને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રમાં રવિવારથી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો ફેસલો કરવામાં આવ્યો છે. રાજ્યમાં 8 વાગ્યેથી મૉલ બંધ કરવાના આદેશ આપી દેવાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઑફિસ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાય શહેરોમાં કોરોનાના મામલામાં સતત વધારાના કારણે હાલત ચિંતાજનક થતી જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારનું અનુમાન છે કે રાજ્યમાં 4 એપ્રિલ સુધી કોરોનાના એક્ટિવ મામલા ત્રણ લાખને પાર કરી શકે છે.

night curfew in maharashtra

મુંબઈમાં અત્યારે દરરોજ 5000 જેટલા મામલા સામે આવી રહ્યા છે. એટલું જ નહિ, ધારાવી એરિયામાં જાન્યુઆરીના મુકાબલે માર્ચ મહિનામાં એક્ટિવ મામલા 100 ટકાથી વધ્યા છે. કોરોના સંક્રમણને કારણે બનેલા હાલાતને પગલે લોકોની રોજીરોટી પર ફરીથી આફત છે માટે હવે આખી બસ્તીને જલદીમાં જલદી રસી લગાવવાની પહેલ બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી દીધી છે. ધારાવી પહેલી એવી ઝૂપડપટ્ટી છે જ્યાં અલગથી વેક્સીન સેંટર શરૂ થયાં હોય.

પોંડિચેરીઃ ભાજપ પર આધારનો દુરુપયોગ કરવાનો આરોપ, HCએ પૂછ્યું- 'શું ચૂંટણી ટાળીએ?'પોંડિચેરીઃ ભાજપ પર આધારનો દુરુપયોગ કરવાનો આરોપ, HCએ પૂછ્યું- 'શું ચૂંટણી ટાળીએ?'

મહાનગર મુંબઈની વાત કરીએ તો આ શહેરમાં 40% કોવિડ બેડ, 30% આઈસીયૂ બેડ અને 27% વેંટિલેટર બેડ ખાલીછે વધતા મામલાને જોતાં 15000ની કોવિડ બેડ ક્ષમતાને વધારી બીએમસી 21000ની કરી રહી છે. સરકાર તરફથી જાહેર પરિપત્રમાં કહેવામાં આવ્યું કે સમગ્ર મહારાષ્ટ્રમાં 50% કોવિડ બેડ ખાલી છે. હોસ્પિટલ, બેડ, ઑક્સીઝન બધું વધારવામાં સરકાર લાગી છે.

English summary
Maharashtra to have night curfew from Sunday, malls will close at 8 pm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X