For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન 9નાં મોત

By Super
|
Google Oneindia Gujarati News

Hyderabad-map
હૈદરાબાદ, 1 જાન્યુઆરીઃ નવા વર્ષની શરૂઆત સાથે જ આંધ્ર પ્રદેશમાં થયેલા ચાર અલગ-અલગ માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યાં છે. મૃતકોમાં નવ વર્ષની ઉજવણી કરી રહેલાં કેટલાક લોકો પણ સામેલ છે.

પોલીસે જણાવ્યું કે, શહેરના પોશ વિસ્તાર જુબલી હિલ્સમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા બે યુવકોનું એ સમયે મોત નીપજ્યું, જ્યારે એક ઝડપી કારે તેમની મોટરસાઇકલને ટક્કર મારી. ઘટના મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે ઘટી. શહેરમાં ઘટેલી એક અન્ય ઘટનામાં બે યુવકોનું મોટરસાઇકલ પરથી પડતાં મોત નીપજ્યું છે.

પોલીસ દ્વારા હુસૈન સાગર ઝીલ તરફ જતા માર્ગ અને ફ્લાઇઓવર બંધ કરાવવા અને વાહનવ્યવહાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં નવા વર્ષની ઉજવણી માર્ગો પર ઉતરીને કરી. જેમાં મોટા ભાગના ટૂ વ્હિલ પર સવાર હતા. એક ટૂ વ્હિલર પર ત્રણ લોકો બેઠાં હતા. જ્યારે કારોની ઝડપ પણ ઘણી હતી. પોલીસે નશાની હાલતમાં ગાડી ચલાવનારાઓ ઘણા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે.

નવા વર્ષની ઉજવણી કરતી વખતે કડપ્પા જિલ્લામાં ઘટેલી એક ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં. બન્ને દસમાં ધોરણમાં ભણતા અને મોટરસાઇખલ પર કેક લઇને જઇ રહ્યાં હતા. બીજી તરફ હૈદરાબાદ નજીક રંગા રેડ્ડી જિલ્લાના ગાંદેડમાં પણ મંગળવારે નવા વર્ષની ઉજવણી કરીને પરત ફરી રહેલા ત્રણ લોકોની બાઇકને એક ટ્રકે ટક્કર મારતા તેમના મોત નિપજ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, આ જિલ્લાના તંદૂર વિસ્તારમાં એક ઘટનામાં બે લોકોના મોત નીપજ્યાં. બન્ને ટૂ વ્હિલર પર સવાર હતા અને પોલીસ બેરિકેટડ્સ સાથે ટકરાયા બાદ ફોર વ્હિલરે તેમને કચડી નાંખ્યા હતા.

English summary
The New Year began on a tragic note with nine people, including revellers, getting killed in four separate road accidents in Andhra Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X