For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિપાહ વાયરસઃ કેરળમાં વધુ એકનું મોત, 31 મે સુધી કાલીકટ યુનિ. બંધ

નિપાહ વાયરસને કારણે મૃતકોનો આંકડો 12 સુધી પહોંચી ગયો છે. ગુરુવારે સવારે કેરળમાં વધુ એક વ્યક્તિએ વાયરસના સંપર્કમાં આવતા પોતાનો જીવ ગુમાવ્યો.

|
Google Oneindia Gujarati News

નિપાહ વાયરસને કારણે મૃતકોનો આંકડો 12 સુધી પહોંચી ગયો છે. ગુરુવારે સવારે કેરળમાં વધુ એક વ્યક્તિએ વાયરસના સંપર્કમાં આવતા પોતાનો જીવ ગુમાવ્યો. રાજ્યમાં વાયરસનો ડર એટલી હદે ફેલાયો છે કે બધા સાર્વજનિક અને સરકારી પ્રોગ્રામ આગામી 10 દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. વળી, કોઝીકોડની કાલીકટ યુનિવર્સિટી પણ 31 મે સુધી બંધ કરી દેવામાં આવી છે અને બધી પરીક્ષાઓની તારીખ આગળ વધારી દેવામાં આવી છે. આ નિર્ણય કોઝીકોડમાં 31 મે સુધી કોઈ પણ પ્રોગ્રામ ન કરવાના સરકારી ફરમાન બાદ લેવામાં આવ્યો.

સરકારી અને સાર્વજનિક પ્રોગ્રામને એક સપ્તાહ માટે બંધ

સરકારી અને સાર્વજનિક પ્રોગ્રામને એક સપ્તાહ માટે બંધ

કેરળમાં ફેલાયેલા નિપાહ વાયરસથી બધા પ્રકારના સરકારી અને સાર્વજનિક પ્રોગ્રામને એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. નિપાહ વાયરસની ઝપટમાં આવીને અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવી દીધા છે. ગુરુવારે વાલાચુકેટ્ટી મુસા નામના એક વ્યક્તિનું વાયરસના સંપર્કમાં આવતા મોત થઈ ગયુ. મુસાના બાળકો મોહમ્મદ સલિહ અને મોહમ્મદ સાદિકનું પણ થોડાક દિવસ પહેલા વાયરસને કારણે મોત થયુ હતુ. 17 મે ના રોજ મુસાને વાયરસના લક્ષણ દેખાતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જેના એક સપ્તાહ બાદ તેમનું મૃત્યુ થઈ ગયુ.

કાલીકટ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ બંધ

કાલીકટ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ બંધ

કેરળમાં નિપાહ વાયરસથી વધુ મોત કોઝીકોડમાં થયા છે. કોઝીકોડમા અત્યાર સુધી 8 અને મલ્લપુરમમાં 3 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સરકારે આદેશ આપ્યો છે કે કોઝીકોડમાં આગામી થોડાક દિવસો સુધી કોઈ પ્રકારના કાર્યક્રમ રાખવામાં ન આવે. ત્યારબાદ શહેરમાં દરેક પ્રકારના કાર્યક્રમ પર 31 મે સુધી રોક લગાવી દેવામાં આવી છે. કાલીકટ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ ટાળીને તેને બંધ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. મોહમ્મદ બશીરે કહ્યુ, "આ ગંભીર મામલો છે એટલા માટે અમે છાત્રો અને શિક્ષકો માટે કોઈ જોખમ ન લઈ શકીએ. એકવાર પરિસ્થિતિ કાબુમાં આવી જાય પછી પરીક્ષાઓની નવી તારીખોની ઘોષણા કરવામાં આવશે."

પડોશી રાજ્યોમાં પણ ફેલાવાનું શરૂ

પડોશી રાજ્યોમાં પણ ફેલાવાનું શરૂ

કાલીકટ યુનિવર્સિટીની પીજી પ્રવેશ પરીક્ષા 25 અને 26 મે ના રોજ હતી પરંતુ હવે તેને 9 અને 10 જૂન સુધી ટાળી દેવામાં આવી છે. આ ખતરનાક વાયરસ હવે કેરળના પડોશી રાજ્યોમાં પણ ફેલાવાનું શરૂ થઈ ગયુ છે. નિપાહ વાયરસ મનુષ્યોના સંક્રમિત ડુક્કર, ચામાચીડિયા કે અન્ય સંક્રમિત જીવોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ વાયરસ એન્સેફ્લાઈટિસના કારણે બને છે. આ ઈન્ફેક્શન ફ્રૂટ બેટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે. આનાથી પીડિત મનુષ્યને આ ઈન્સેફ્લેટિક સિન્ડ્રોમ રૂપે ભયંકર સંક્રમણ તાવ, માથાનો દુઃખાવો, માનસિક ભ્રમ, વિચલન, કોમા અને અંતમાં મોત થવાના લક્ષણો જોવા મળે છે.

English summary
nipah virus outbreak one more person died kerala calicut university to be shut till 31st may
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X