For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Nirbhaya Case: નિર્ભયાના ગુનેગારોને ફાંસીની તારીખ આજે નક્કી થઈ શકે

Nirbhaya Case: નિર્ભયાના ગુનેગારોને ફાંસીની તારીખ આજે નક્કી થઈ શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીમાં નિર્ભયા સાથે અન્યાય કરનાર બળાત્કાર અને હત્યાના મામલાના દોષિતો ફાંસીની સજાનો સામનો કરી રહ્યા છે, ચારેય દોષી અક્ષય, વિનય, મુકેશ અને પવનની ફાંસીનો ઈંતેજાર આખો દેશ કરી રહ્યો છે અને તે ઈંતેજાર હવે ખતમ થઈ શકે છે કેમ કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાના માતાની અરજી પર સુનાવણી થશે, જણાવી દઈએ કે નિર્ભયાની માતાએ દોષિતોને જલદીમાં જલદી ફાંસી આપવાની માંગ કરી છે.

nirbhaya case

ઉલ્લેખનીય છે કે અગાઉ પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોને તમામ કાનૂની પ્રક્રિયા પૂરી કરવા માટે 7 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો અને તિહાર જેલે ચારેય દોષિતોને નોટિસ જાહેર કરી પૂછ્યું હતું કે તેઓ દયા અરજી દાખળ કરશે કે નહિ, અગાઉ નિર્ભયા ગેંગરેપ મામલામાં ફાંસીની સજા મેળવનાર ચાર દોષિતોમાંથી એકના પિતાએ ફાંસીને ટાળવાની કરેલી કોશિશ પણ સોમવારે બેકાર થઈ ગઈ હતી. આ મામલાના એકમાત્ર સાક્ષીની ખોટી જૂવાનીના આરોપ અંગેની એફઆઈરથી જોડાયેલ તેમની માંગણીને અદાલતે ફગાવી દીધી.

ભારતમાં સૂર્યોદય પહેલા જ કેમ અપાય છે ફાંસી? જાણો અસલી કારણભારતમાં સૂર્યોદય પહેલા જ કેમ અપાય છે ફાંસી? જાણો અસલી કારણ

ચારેય રાક્ષસોને ફાંસી થશે

અહેવાલ છે કે તિહાર જેલમાં બંધ આ ચારેય રાક્ષસોને એક સાથે જ ફાંસીએ લટકાવી દેવામાં આવી શકે છે. જણાવી દઈએ કે એશિયાની સૌથી સુરક્ષિત જેલમાંથી એક માનવામાં આવતી તિહાર જેલ દેશની પહેલી એવી જેલ છે જ્યાં એક સાથે ચાર માંચડા ફાંસી માટે તૈયાર છે, અત્યાર સુધી અહીં ફાંસી માટે એક જ માંચડો હતો પરંતુ હવે આ સંખ્યા વધીને 4 કરી દેવામાં આવી છે. માહિતી મુજબ તિહાર જેલની અંદર ફાંસીના માંચડા તૈયાર કરવાનું કામ લોક નિર્માણ વિભાગ એટલે કે પીડબલ્યૂ ડીએ ગત સોમવારે જ પૂરું કરી લીધું છે, જો નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં આવે છે તો આવું પહેલીવાર હશે જ્યારે તિહાર જેલમાં એક સાથે ચારને ફાંસી આપવામાં આવશે.

English summary
Nirbhaya Case Hearing Today At Patiala House Court, Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X