For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસઃ તિહાર જેલ પ્રશાસને કહ્યુ - હવે જજનો રોલ નહિ, નિર્ણય હવે સરકારના હાથમાં

તિહાર જેલ પ્રશાસને સોમવારે કેસની સુનાવણી દરમિયાન કહ્યુ કે ફાંસી માટે નિર્ણય હવે સરકારના હાથમાં છે, જજની હવે કોઈ ભૂમિકા નથી રહી ગઈ

|
Google Oneindia Gujarati News

નિર્ભયાના ચારે દોષિતો, વિનય કુમાર શર્મા, પવન કુમાર ગુપ્તા, મુકેશ સિંહ અને અક્ષય સિંહની ફાંસી પર રોકની અરજી પર દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ આના પર આજે સાંજ સુધી ચુકાદો આપી શકે છે. ચારે દોષિતોને મંગળવારે સવારે 6 વાગ્યા સુધી ફાંસી આપવાનો આદેશ છે, જેની સામે દોષી કોર્ટમાં છે. પવને રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી છે આનો હવાલો આપીને તેની ફાંસી પર રોક લગાવવાની માંગ કરી હતી.

nirbhaya

તિહાર જેલ પ્રશાસને સોમવારે કેસની સુનાવણી દરમિયાન કહ્યુ કે ફાંસી માટે નિર્ણય હવે સરકારના હાથમાં છે, જજની હવે કોઈ ભૂમિકા નથી રહી ગઈ. તિહાર જેલ પ્રશાસને અદાલતમાં એ પણ કહ્યુ કે પવન ગુપ્તાની દયા અરજી પર રાષ્ટ્રપતિ જેલથી સ્થિતિનો રિપોર્ટ માંગશે, આનાથી ફાંસી પર આપોઆપ જ રોક લાગી જશે.

આ પહેલા નિર્ભયાના બે દોષિતો અક્ષય સિંહ અને પવન કુમાર ગુપ્તાની એ અરજીને પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે ફગાવી દીધી જેમાં ડેથ વોરન્ટ પર રોક લગાવવાની માંગ કરી હરતી. આના પર દોષિતોના વકીલ એપી સિંહે કોર્ટમાં કહ્યુ કે વિચાર કરો, હજુ ચારેને ફાંસી ન આપી શકીએ. બે દોષિતોની દયા અરજી બાકી છે. આના પર જજે કહ્યુ કે ડિટેલ સાથે અદાલતમાં આવો. સુનાવણી દરમિયાન દોષિતો તરફથઈ હાજર વકીલ એપી સિંહે અદાલતમાં કહ્યુ કે પવનની ક્યુરેટિવ પિટીશન ફગાવી દીધા બાદ હજુ તેની પાસે દયા અરજીનો વિકલ્પ બચ્યો છે.

આ ઉપરાતં અક્ષયની પણ દયા અરજી પર ચુકાદો આવ્યો નથી એટલે 3 માર્ચે ફાંસી પર રોક લગાવવામાં આવશે. આના પર જજે પૂછ્યુ કે ફાંસી રોકવા માટે કોઈ ઠોસ કારણ તો બતાવો? આના પર એપી સિંહે કહ્યુ કે જ દિલ્લી જેલ મેન્યુએલ કહે છે કે કોઈ ગુનામાં શામેલ દોષિતોને એક સાથે જ ફાંસી આપી શકાય છે.

આ પણ વાંચોઃ દિલ્લીમાં મળ્યો કોરોના વાયરસનો પહેલો કેસ, તેલંગાનામાં પણ એક કેસઆ પણ વાંચોઃ દિલ્લીમાં મળ્યો કોરોના વાયરસનો પહેલો કેસ, તેલંગાનામાં પણ એક કેસ

English summary
Nirbhaya case Tihar says the ball is in the government court judge has no role
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X