For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયાના દોષી વિનય શર્માના વકીલનો દાવોઃ તેને જેલમાં અપાઈ રહ્યુ છે ધીમુ ઝેર

નિર્ભયાના ચાર દોષિતોમાંથી એક વિનય શર્માના વકીલે દાવો કર્યો છે કે તેના ક્લાયન્ટને જેલમાં મારવાની કોશિશ કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

નિર્ભયાના ચાર દોષિતોમાંથી એક વિનય શર્માના વકીલે દાવો કર્યો છે કે તેના ક્લાયન્ટને જેલમાં મારવાની કોશિશ કરવામાં આવી રહી છે. દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં દોષી વિનયના વકીલે કહ્યુ કે વિનય શર્માને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યુ છે. જેના કારણે તેની તબિયત સતત બગડી રહી છે. વચમાં તેની તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વકીલનુ કહેવુ છે કે તેની તબિયતનો રિપોર્ટ આપવામાં નથી આવી રહ્યો.

nirbhaya

નિર્ભયા કેસમાં શનિવારે દિલ્લીની પટિયાલા હુસ કોર્ટમાં સુનાવણી થઈ. જેમાં બચાવ પક્ષે વિનયને ધીમુ ઝેર આપવાનો આપવાનો દાવો કર્યો. સાથે એ પણ કહ્યુ કે તિહાર જેલ પ્રશાસને જરૂરી દસ્તાવેજ નથી આપ્યા જેના કારણે વિનય, પવન અને અક્ષય ક્યુરેટિવ પિટિશન દાખલ કરી શકતા નથી. અક્ષય કુમાર સિંહ અને પવન કુમાર તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે તેમને સુપ્રીમ કોર્ટમાં ઉપચારાત્મક અરજી દાખલ કરવાની છે. આના માટે તિહાર જેલ પ્રશાસન પાસેથી દસ્તાવેજાની જરૂર છે પરંતુ તેમને આપવામાં નથી આવી રહ્યા. વકીલ એપી સિંહે કહ્યુ કે જેલમાં અક્ષય અને પવનના આચરણ અને બીજા દસ્તાવેજોની જરૂર છે જેથી વહેલી તકે અરજી દાખલ કરી શકાય. અરજીમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરવામાં આવશે.

કોર્ટમાંથી જારી કરેલ ડેથ વોરન્ટ મુજબ ચારે દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવાની છે. નિર્ભયાની માની અરજી પર કોર્ટે અક્ષય, પવન, વિનય અને મુકેશ માટે એક ફેબ્રુઆરીનુ ડેથ વોરન્ટ જારી કરી દીધુ છે. આ કેસ 16 ડિસેમ્બર, 2012નો છે. આ દિવસે દિલ્લીમાં ચાલતી બસમાં નિર્ભયા સાથે રામ સિંહ, એક સગીર, પવન કુમાર ગુપ્તા, વિનય કુમાર શર્મા, અક્ષય સિંહ ઠાકુર અને મુકેશ સિંહે સામૂહિક દુષ્કર્મ કર્યુ હતુ. તેના થોડા દિવસ બાદ નિર્ભયાનુ ઈલાજ દરમિયાન થઈ ગયુ હતુ. ત્યારબાદ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલેલ કેસ પહેલા નીચલી અદાલત, દિલ્લી હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ પણ ચારે દોષિતો અક્ષય, વિનય, મુકેશ અને પવનને ફાંસીની સજા સંભળાવી ચૂકી છે. રામ સિંહે તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી જ્યારે એક સગીર સજા પૂરી કરી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ તિહાર જેલમાં 'સુસાઈડ વૉચ' પર ચારે દોષી, 'હાઈ રિસ્ક' વૉર્ડમાં રખાયાઆ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ તિહાર જેલમાં 'સુસાઈડ વૉચ' પર ચારે દોષી, 'હાઈ રિસ્ક' વૉર્ડમાં રખાયા

English summary
Nirbhaya: Vinay Sharma being slow poisoned in Tihar jail lawyer in court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X