For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે દેશનું બજેટ મહિલાના હાથમાં, નિર્મલા સીતારમન નાણામંત્રી બન્યા

મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટ મંત્રીઓના વિભાગોને વહેંચી દેવામાં આવ્યા છે. મોદી સરકારે નિર્મલા સીતારમનને નાણામંત્રી બનાવ્યા છે

|
Google Oneindia Gujarati News

મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટ મંત્રીઓના વિભાગોને વહેંચી દેવામાં આવ્યા છે. મોદી સરકારે નિર્મલા સીતારમનને નાણામંત્રી બનાવ્યા છે, જયારે અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રાલય વહેંચણી પછી પહેલીવાર આજે પીએમ મોદી સાંજે 5 વાગ્યે પહેલી કેબિનેટ બેઠક કરશે. આપને જણાવી દઈએ કે ઇન્દિરા ગાંધી પછી નિર્મલા સીતારમન બીજી દેશની મહિલા નાણામંત્રી હશે. ઇન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી રહેવાની સાથે નાણામંત્રીનો પ્રભાર પણ સાચવ્યો અને દેશનું બજેટ રજુ કર્યું હતું.

આ પણ વાંચો: મોદી કેબિનેટઃ અમિત શાહ દેશના નવા ગૃહમંત્રી, રાજનાથને મળ્યુ સંરક્ષણ મંત્રાલય

દેશનું બજેટ મહિલાના હાથમાં

દેશનું બજેટ મહિલાના હાથમાં

મોદી સરકારે નિર્મલા સીતારમનને નાણામંત્રી બનાવ્યા છે. આ પહેલા તેઓ પાછલી સરકારમાં પહેલી મહિલા રક્ષામંત્રી પણ બન્યા હતા. આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી રહેતા ઇન્દિરા ગાંધીએ થોડા સમય માટે નાણા મંત્રાલય અને રક્ષા મંત્રાલય પોતાની પાસે રાખ્યું હતું, પરંતુ નિર્મલા સીતારમન આવનારા 5 વર્ષ માટે દેશના નાણામંત્રી તરીકે કામ કરશે. એટલા માટે તેઓ દેશની પહેલી મહિલા નાણામંત્રી કહેવાશે.

પહેલા રક્ષા મંત્રાલય સંભાળી ચુક્યા છે

પહેલા રક્ષા મંત્રાલય સંભાળી ચુક્યા છે

મોદી સરકારમાં પહેલા દેશની રક્ષા મંત્રાલયની કમાન સંભાળ્યા પછી હવે તેમના હાથોમાં દેશનું બજેટ પણ આવશે. નિર્મલા સીતારમન એક સશક્ત નેતા છે, જેમને ખુબ જ ઓછા સમયમાં રાજનીતિમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. નિર્મલા સીતારમનના પિતા રેલવેમાં હતા, જેને કારણે તેમનું બાળપણ ઘણા શહેરોમાં વીત્યું. તેમને જેએનયુ કોલેજથી ઇકોનોમિક્સમાં માસ્ટરની ડિગ્રી મેળવી છે.

કઈ રીતે રાજનીતિમાં એન્ટ્રી થઇ

કઈ રીતે રાજનીતિમાં એન્ટ્રી થઇ

નિર્મલા સીતારમનનું કોઈ રાજનૈતિક બેકગ્રાઉન્ડ નથી. વર્ષ 2003 થી 2005 સુધી તેઓ નેશનલ કમિશન ફોર વુમનની મેમ્બર રહી. તેમને ભાજપા પ્રવક્તા તરીકે ઘણું સારું કામ કર્યું, જેને કારણે વર્ષ 2014 દરમિયાન મોદી સરકાર બન્યા પછી તેમને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી. વર્ષ 2017 દરમિયાન તેમને રક્ષામંત્રી પણ બનાવવામાં આવ્યા.

English summary
Nirmala Sitharaman became the finance minister in Modi Cabinet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X