ઇન્દિરા ગાંધી બાદ દેશના બીજા રક્ષા મંત્રી નિર્મલા સીતારામન

Written By:
Subscribe to Oneindia News

રવિવારે થયેલ મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણમાં નિર્મલા સીતારામનને દેશના નવા રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં ચાર મંત્રીઓની પદોન્નતિ થઇ હતી, જેમાંના એક છે નિર્મલા સીતારામન. હવે અરુણ જેટલીના સ્થાને તેઓ સુરક્ષા મંત્રાલયનો કારભાર સંભાળશે. આ પહેલાં રાજ્યકક્ષાએ વાણિજ્ય મંત્રીનું પદ સંભાળી રહેલ નિર્મલા સીતારામન ઇન્દિરા ગાંધી બાદ દેશના બીજા મહિલા રક્ષા મંત્રી બન્યા છે.

nirmala sitharaman

થોડા સમય પહેલાં જ તેમણે ચીન ખાતે બ્રિક્સની એક બેઠકમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે ડોકલામના મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કેન્દ્રિય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ આ અંગે પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, એક નાનકડા શહેરમાંથી આવેલ વ્યક્તિ, કે જે અત્યાર સુધી પક્ષમાં લોકોના નેતૃત્વના સહકાર સાથે આગળ વધી છે, તેને જ્યારે આ પ્રકારની જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે બ્રહ્માંડની કૃપા કહેવાય. એ સિવાય આ વસ્તુ શક્ય નથી.

ભાજપ જ્યારે વિપક્ષમાં હતું ત્યારે પણ પક્ષના પ્રવક્તા તરીકે નિર્મલા સીતારામને પોતાની ઓળખ ઊભી કરી હતી. વાણિજ્ય મંત્રી તરીકે તેમનો વ્યક્તિગત વિકાસ પણ ઘણો નોંધપાત્ર હતો. તેઓ વર્ષ 2006માં ભાજપમાં જોડાયા હતા. તેઓ ભાજપના 6 પ્રવક્તાઓમાંના એક હતા અને આ દરમિયાન તેઓ દિલ્હી કરતાં ગુજરાતમાં વધુ જાણીતા બન્યા હતા. વર્ષ 2014ની ચૂંટણીમાં પ્રવક્તા તરીકે તેમનો મહત્વપૂર્ણ ફાળો હતો. 26 મે, 2016ના રોજ તેમણે રાજ્ય કક્ષાના વાણિજ્ય મંત્રીનો સ્વતંત્ર કારભાર સ્વીકાર્યો હતો. મે 2016માં જ તેઓ કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ પણ બન્યા હતા.

English summary
Nirmala Sitharaman is the 2nd woman to hold the post of Defense minister after Indira Gandhi.
Please Wait while comments are loading...