For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિસર્ગ વાવાઝોડુઃ મહારાષ્ટ્ર-ગુજરાત પર ખતરો, આગામી 24 કલાકમાં સર્જાઈ શકે છે વિનાશ

નિસર્ગ વાવાઝોડા અંગે ચેતવણી જારી કરીને હવામાન વિભાગે જણાવ્યુ છે કે આ વાવાઝોડુ આગામી 12 કલાકમાં તોફાની ચક્રવાત અને તેની આગલા 12 કલાકમાં ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

નિસર્ગ વાવાઝોડા અંગે ચેતવણી જારી કરીને હવામાન વિભાગે જણાવ્યુ છે કે આ વાવાઝોડુ આગામી 12 કલાકમાં તોફાની ચક્રવાત અને તેની આગલા 12 કલાકમાં ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના સામે લડી રહેલ મુંબઈ પર વાવાઝોડા નિસર્ગનુ જોખમ તોળાઈ રહ્યુ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના તટીય વિસ્તારો તરફ પહોંચી રહેલુ વાવાઝોડુ નિસર્ગ આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. આ તોફાન બુધવારે મુંબઈના તટીય વિસ્તારો સાથે ટકરાઈ શકે છે મુંબઈાં 1882 બાદ આવુ બીજી વાર થશે.

ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે

ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે

ભારતીય હવામાન વિભાગે અરબ સાગરમાં બની રહેલ ડીપ ડિપ્રેશન વિશે ચેતવણી જારી કરીને કહ્યુ છે કે આ તોફાન આગલા 12 કલાકમાં તોફાની ચક્રવાત અને તેના આગલા 12 કલાકમાં ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. મુંબઈ અને તેની આસપાસના તટીય વિસ્તારોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ તોફાન આગલા છ કલાકમાં ઉત્તરી દિશામાં વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તે ઉત્તર-ઉત્તરપૂર્વી દિશામાં આગળ વધી શકે છે. જે બાદ અહીં 3 જૂનના રોજ બપોરે ઉત્તરી મહારાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના હરિહરેશ્વર (રાયગઢ, મહારાષ્ટ્ર) અને દમણ વચ્ચે તટીય વિસ્તારો સુધી પહોંચી શકે છે.

અરબ સાગરમાં બની રહ્યુ છે દબાણ

અરબ સાગરમાં બની રહ્યુ છે દબાણ

પાછલા છ કલાકોમાં પૂર્વ-મધ્ય અરબ સાગરમાં બની રહ્યુ છે દબાણ 11 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ઉત્તર તરફ આગળ વધી રહ્યુ છે. અત્યારે તેનુ સેન્ટર પણજીથી 280 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 490 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને સુરતથી 710 કિમીના દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં અરબ સાગરમાં કેન્દ્ર પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડામાં બે મીટરથી વધુ ઉંચી લહેરો ઉઠી શકે છે અને આ લહેરો લેંડફોલ દરમિયાન મુંબઈ, ઠાણે અને રાયગઢ જિલ્લાના નીચાણવાલા તટીય વિસ્તારોમાં ટકરાશે. માછીમારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ વાવાઝોડાથી ઝૂંપડીઓ અને કાચા મકાનોને નુકશાન થવા અંગે ચેતવણી જારી કરવામાં આવી છે તેમજ પાવર અને કમ્યુનિકેશન લાઈન ડાઉન થવા અંગે પણ કહેવામાં આવ્યુ છે.

ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ઠાકરે સાથે રાજ્યની તૈયારીઓ પર ચર્ચા કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઑફિસના અધિકારીઓએ માહિતી આપી છે કે સોમવારે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ઠાકરે સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રાજ્યની તૈયારીઓ પર ચર્ચા કરી હતી. સરકારે એ પણ માહિતી આપી છે કે વાવાઝોડાથી પ્રભાવિત થનારા લોકોની મદદ માટે લોકોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. તોફાનના કારણે વિજળીની સપ્લાય ન અટકે તેનુ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. એનડીઆરએફની 31 ટીમો મહારાષ્ટ્ર અને ગુજરાતમા તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ એસએન પ્રધાને કહ્યુ કે નિસર્ગ એક ભીષણ વાવાઝોડુ છે અને અમારુ અનુમાન છે કે આ દરમિયાન 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે કે જે અમે મેનેજ કરી શકીએ છીએ તેમછતા સાવચેતી રૂપે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

English summary
Nisarg Cyclone: IMD says in next 24 hours nisarg cyclone will turn into severe storm, mumbai alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X