For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે 'નિસર્ગ'નો અર્થ, 1891 બાદ મહારાષ્ટ્રમાં પહેલી વાર થઈ આ ખાસ વાત

આમ તો આ બહુ નવાઈની વાત છે કે જૂનના મહિનામાં કોઈ વાવાઝોડુ મહારાષ્ટ્ર કે ગુજરાતને હેરાન કરવાનુ છે. સામાન્ય રીતે આવુ બનતુ નથી.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલ ગુજરાત અને મહારાષ્ટ્ર પર હવે વાવાઝોડાનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે અરબ સાગરમાં બનેલ ડિપ્રેશન આજે બપોરે ડીપ ડિપ્રેશનમાં બદલાઈ જશે અને ઈસ્ટ સેન્ટ્રલ અરબ સાગરમાં આલગા 12 કલાક દરમિયાન વાવાઝોડામાં બદલાઈ જશે. આ વાવાઝોડાથી સૌથી વધુ જોખમ મુંબઈને છે જેના માટે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આમ તો આ બહુ નવાઈની વાત છે કે જૂનના મહિનામાં કોઈ વાવાઝોડુ મહારાષ્ટ્ર કે ગુજરાતને હેરાન કરવાનુ છે. સામાન્ય રીતે આવુ બનતુ નથી.

1891 બાદ પહેલી વાર મહારાષ્ટ્રમાં જૂનમાં આવ્યુ વાવાઝોડુ

1891 બાદ પહેલી વાર મહારાષ્ટ્રમાં જૂનમાં આવ્યુ વાવાઝોડુ

તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 1891 બાદ પહેલી વાર અરબ સાગરમાં મહારાષ્ટ્રના તટીય વિસ્તારોની આસપાસ સાયક્લોનનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. આ પહેલા વર્ષ 1948 અને 1980માં એવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી પરંતુ તે સાયક્લોનમાં ફેરવાઈ શક્યુ નહોતુ.

બાંગ્લાદેશે આપ્યુ નિસર્ગ નામ

બાંગ્લાદેશે આપ્યુ નિસર્ગ નામ

જેમ કે તમને ખબર છે કે વિશ્વ હવામાન સંગઠનના 13 સભ્ય દેશ વારાફરતી તોફાનોના નામ રાખે છે તો આ વખતે આ વાવાઝોડાનુ નામ બાંગ્લાદેશે આપ્યુ છે જેને અમુક લોકો હિંદીમાં ચક્રવાત નિસારગા કે ચક્રવાત નિસર્ગ લખી રહ્યા છે પરંતુ અંગ્રેજીમાં એક જ શબ્દ છે નિસર્ગ, જેનો અર્થ બાંગ્લા ભાષામાં પ્રકૃતિ થાય છે. તમને જણાવી દઈએ કે વિશ્વ સંગઠનના 13 સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, ભારત, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સઉદી અરબ, શ્રીલંકા, થાઈલેન્ડ, યુએઈ અને યમન શામેલ છે.

મુંબઈમાં રેડ એલર્ટ

મુંબઈમાં રેડ એલર્ટ

આઈએમડીએ સંભાવના વ્યક્ત કરી છે કે સમુદ્રમાં 4 જૂન સુધી સ્થિતિ ખૂબ જ વિકટ હશે. આ દરમિયાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ વધીને 110 કિલોમીટર પણ થઈ શકે છે. આ વાવાઝોડાની અસર મુંબઈ પર સૌથી વધુ થવાની છે અને આના કારણે મુંબઈ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ અને અન્ય વિભાગોના કંટ્રોલ રૂમમાં પૂરતી કર્મચારીઓની સંખ્યાને તૈનાત કરવામાં આવ્યા છે.

કેમ આવે છે વાવાઝોડુ

કેમ આવે છે વાવાઝોડુ

પૃથ્વીના વાયમંડળમાં હવા હોય છે, સમુદ્રના ઉપર પણ જમીનની જેમ જ હવા હોય છે. હવા હંમેશા ઉચ્ચ દબાણથી નીચા દબાણવાળા ક્ષેત્રની તરફ વહે છે. જ્યાં હવા ગરમ થઈ જાય ત્યારે હલકી થઈ જાય છે અને ઉપર જવા લાગે છે. જ્યાર દરિયાનુ પાણી ગરમ થાય ત્યારે તેની ઉપરની હવા પણ ગરમ થઈ જાય છે અને ઉપર જવા લાગે છે. આ જગ્યાએ નીચા દબાણનુ ક્ષેત્ર બનવા લાગે છે. આસપાસની ઠંડી હવા નીચા દબાણવાળા ક્ષેત્રને ભરવા માટે આ તરફ આગળ વધવા લાગે છે પરંતુ પૃથ્વી પોતાની ધરી પર લટ્ટુની જેમ ફરતી રહે છે આ કારણે આ હવા સીધી દિશામાં નહિ જઈને ફરવા લાગે છે અને ચક્કર લગાવીને એ જગ્યા તરફ આગળ વધે છે તેને ચક્રવાત કહે છે.

કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં મળ્યા 8171 નવા કેસ, 204ના મોતકોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં મળ્યા 8171 નવા કેસ, 204ના મોત

English summary
Nisarga name is suggested by Bangladesh, Its the first tropical cyclone since 1891 to hit Maharashtra in June.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X