For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મંત્રીઓને કાયદો તોડવાનો હક છે, અધિકારીઓએ માત્ર યસ સર કહેવાનુ', નીતિન ગડકરીએ કેમ કહ્યુ આવુ?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે નાગપુરમાં નોકરશાહી પર આકરા પ્રહારો કર્યા હતા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે નાગપુરમાં નોકરશાહી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સરકાર તમારા(નોકરશાહો) મુજબ કામ કરશે નહિ, તમે મંત્રીઓ અનુસાર કામ કરશો. ગડકરીએ કહ્યું, 'પ્રધાનોને કાયદો તોડવાનો અધિકાર છે, અધિકારીઓએ માત્ર યસ સર કહેવાનુ.' નાગપુરમાં મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સના એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી.

Nitin Gadkari

નીતિન ગડકરીએ કહ્યુ - સરકાર અમારી મરજીથી ચાલશે

કાર્યક્રમમાં ગડકરીએ કહ્યુ, 'હું હંમેશા અધિકારીઓને કહુ છુ કે સરકાર તમારા કહેવા પ્રમાણે નહિ ચાલે, તમારે ફક્ત 'જી સર' કહેવાનું છે. અમે (મંત્રીઓ) જે કહી રહ્યા છીએ તેનો તમારે અમલ કરવો પડશે. સરકાર અમારા હિસાબે ચાલશે. તેમણે સ્પષ્ટ કહ્યુ કે કાયદો ગરીબોના કામમાં અડચણ ન બનવો જોઈએ. સરકારને કાયદાને તોડવાનો અથવા બાજુએ મૂકી દેવાનો અધિકાર છે. આવુ મહાત્મા ગાંધી કહેતા હતા.

ગાંધીજીની વાતનો આપ્યો હવાલો

નોકરિયાતોના કહેવા પ્રમાણે સરકાર ન ચાલવી જોઈએ. તેમણે કહ્યુ કે ગાંધીજી પણ કહેતા હતા કે જો કાયદા ગરીબોના વિકાસના માર્ગને રોકે છે તો તેને તોડી નાખવા જોઈએ.

English summary
Nitin Gadkari says we are ministers have right to break laws Bureaucrats just have to say yes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X