For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણીના મંતવ્ય પર નિતિન ગડકરીની સંમતિઃ વિરોધીઓને દેશદ્રોહી કહેવા અયોગ્ય

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ લાલકૃષ્ણ અડવાણીના બ્લૉગનું સમર્થન કરીને કહ્યુ કે આપણે અલગ અલગ મંતવ્ય ધરાવતા લોકોનું સમ્માન કરવુ જોઈએ.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ લાલકૃષ્ણ અડવાણીના બ્લૉગનું સમર્થન કરીને કહ્યુ કે આપણે અલગ અલગ મંતવ્ય ધરાવતા લોકોનું સમ્માન કરવુ જોઈએ કારણકે એ જ ખરી રીતે લોકતંત્રની સાચી આત્મા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ એક બ્લૉગ લખીને આ પ્રકારની વાત કહી હતી, અડવાણીના જ વિચારના આગળ વધારીને ગડકરીએ કહ્યુ કે લોકોના મંતવ્યનું સમ્માન કરવુ જોઈએ. તમને જણાવી દઈએ કે અડવાણી પોતાના બ્લૉગમાં કહ્યુ હતુ કે ભાજપ જ્યારથી અસ્તિત્વમાં આવી છે તેણે ક્યારેય પણ એ લોકોને દુશ્મન નથી માન્યા જે અમારા વિરોધી રહ્યા છે.

અડવાણીએ આપ્યો હતો સંદેશ

અડવાણીએ આપ્યો હતો સંદેશ

તમને જણાવી દઈએ કે લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લૉગમં લખ્યુ હતુ કે જે લોકો રાજકીય રીતે અમારા વિરોધી છે તેમને તેમણે ક્યારેય પોતાના દુશ્મન નથી માન્યા. અમે તેમને માત્ર સલાહકાર માન્યા છે. અમે રાષ્ટ્રવાદને ક્યારેયપણ આ રીતે આગળ નથી વધાર્યુ કે જે લોકો લોકતંત્રમાં અમારા વિરોધી છે તે રાષ્ટ્રદ્રોહી છે. અડવાણીના મતનું સમર્થન કરીને ગડકરીએ કહ્યુ કે જે લોકો અમારી સાથે નથી અમે તેમને દેશદ્રોહી નથી કહેતા. આ તેમની અભિવ્યક્તિની આઝાદી છે, અમને એનાથી કોઈ મુશ્કેલી નથી કારણકે લોકતંત્રમાં અલગ અલગ મંતવ્ય હોવા સામાન્ય છે.

પાર્ટી અધ્યક્ષ પર ઉભો કર્યો હતો સવાલ

પાર્ટી અધ્યક્ષ પર ઉભો કર્યો હતો સવાલ

આ પહેલી વાર નથી જ્યારે નિતિન ગડકરી પોતાના નિવેદનથી મીડિયામાં છવાયા હોય. આ પહેલા ગયા વર્ષે નિતિન ગડકરીએ કહ્યુ હતુ કે જો હું પાર્ટી અધ્યક્ષ હોત અને મારા સાંસદ, ધારાસભ્યો સારુ કામ ન કરતા હોત તો આના માટે જવાબદાર હું છુ. મે તેમને સારા બનાવવા માટે શું કર્યુ. જો કે ગડકરીએ કહ્યુ કે મીડિયાએ તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યુ.

ફરીથી મોદી બનશે પીએમ

ફરીથી મોદી બનશે પીએમ

ગડકરીએ કહ્યુ કે ગઈ વખતે લોકોને મતદાન કોંગ્રેસની યુપીએ સરકાર સામે કર્યુ હતુ. પરંતુ આ વખતે મારા સંસદીય વિસ્તારમાં લોકો મારા વિકાસના કામ પર મત આપી રહ્યા છે. પોતાની પાર્ટી વિશે ગડકરીએ કહ્યુ કે મીડિયાના અમુક ભાગોમાં હિંદુત્વ વિશે ખોટા નિવેદનોને બતાવવામાં આવ્યા. પરંતુ અમે સાંપ્રદાયિક નથી. અમે રાષ્ટ્રીય પાર્ટી છે. અમારા માટે દેશની અંદર અને દેશની સીમાની સુરક્ષા ઘણી મહત્વની છે. ગડકરીએ કહ્યુ કે અમે ફરીથી પૂર્ણ બહુમત મેળવીશુ અને નરેન્દ્ર મોદી ફરીથી દેશના પ્રધાનમંત્રી બનશે.

આ પણ વાંચોઃ શિલૉન્ગથી ભાજપ ઉમેદવારની ધમકીઃ જો સિટીઝનશિપ બિલ પાસ થયુ તો આત્મહત્યા કરી લઈશઆ પણ વાંચોઃ શિલૉન્ગથી ભાજપ ઉમેદવારની ધમકીઃ જો સિટીઝનશિપ બિલ પાસ થયુ તો આત્મહત્યા કરી લઈશ

English summary
Nitin Gadkari supports Lal Krishna Advani comment on Nationalism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X