For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી ફાયદા માટે નીતિશ સરકારે યુવતીને જીવતી સળગાવવાની ઘટના છૂપાવીઃ રાહુલ ગાંધી

ચૂંટણી ફાયદા માટે નીતિશ સરકારે યુવતીને જીવતી સળગાવવાની ઘટના છૂપાવીઃ રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બિહાર ચૂંટણીમાં હાર બાદ નેતૃત્વને લઈ ઉઠી રહેલા સવાલો વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બિહારમાં અપરાધની ઘટનાઓને લઈ નીતિશ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં બિહારના વૈશાલી જિલ્લામાં એક યુવતીને કેરોસીન છાંટી જીવતી સળગાવી દેવાની ઘટના પર નીતીશ સરકારને ઘેરતા કહ્યું કે ચૂંટણઈ ફાયદા માટે આ મામલાને છૂપાવવામાં આવ્યો, જેથી કુશાસન પર સુશાસનનો પાયો નાખી શકે. ઉલ્લેખનીય છે કે વૈશાલી જિલ્લામાં છેડતીનો વિરોધ કરવા પર 20 વર્ષીય યુવતીને જીવતી સળગાવી દીધી હતી, પટનાના પીએમસીએચ હોસ્પિટલમાં સોમવારે ઈલાજ દરમ્યાન પીડિતાએ દમ તોડ્યો. આરોપીઓએ આજથી 15 દિવસ પહેલાં પીડિતા પર કેરોસીન છાંટી તેને આગના હવાલે કરી દીધી હતી.

rahul gandhi

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં વૈશાલી જિલ્લાની ઘટનાના સમાચાર શેર કરતાં લખ્યું, 'કોનો અપરાધ વધુ ખતરનાક છે- જેણે આ માનવીય કર્મ કર્યું? કે પછી જેણે ચૂંટણી ફાયદા માટે તેને છૂપાવ્યા, જેથી આ કુશાસન પર પોતાના ખોટા સુશાસનનો પાયો માંડી શકે?'

જણાવી દઈએ કે આ મામલાને લઈ સોશિયલ મીડિયા પર પણ લોકો નીતિશ સરકારને ઘેરી રહ્યા છે. આ મામલો 30 ઓક્ટોબરનો જણાવવામાં આવી રહ્યો છે, જે સમયે બિહારમાં પહેલા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું હતું.

'રાહુલ ગાંધી કોંગ્રેના ભગવાન છે, જેમણે જે કરવું હોય કરી લે', ઓબામાને આચાર્ય પ્રમોદનો જવાબ'રાહુલ ગાંધી કોંગ્રેના ભગવાન છે, જેમણે જે કરવું હોય કરી લે', ઓબામાને આચાર્ય પ્રમોદનો જવાબ

ઉર્મિલા માતોંડકરે પણ ટ્વીટ કર્યું

આ મામલે ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પણ ટ્વીટ કરતાં લખ્યું કે બિહારના વૈશાલી જલ્લામાં એક યુવતી સાથે છેડતી કરવામાં આવી જ્યારે યુવતીએ વિરોધ કર્યો તો કેરોસીન છાંટી તેને જીવતી સળગાવી નાખી. પીડિતાનો પરિવાર ન્યાય માટે ગુહાર લગાવી રહ્યો છે અને કોઈપણ તેમની ફરિયાદ સાંભળવા માટે તૈયાર નથી. શું મુખ્યમંત્રી નીતિશ કુમાર પીડિત પરિવારને ઈંસાફ અપાવવા માટે પગલું ભરશે?

English summary
Nitish government hid the incident of burning a young woman alive for election benefits: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X